
માતા સાથે પ્રેમીને કઢંગી હાલતમાં જોઈ જનાર માસૂમ બાળકની હત્યા
મહેસાણા,તા.04 ઓક્ટોબર 2020, રવિવાર
જોટાણા તાલુકાના મેમદપુર ગામમાં રહેતા શ્રમજીવી પરિવારનો ૬ વર્ષીય દિકરો શનિવારની સાંજે રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. ત્યારબાદ તેની અર્ધનગ્ન લાશ બાલસાસણ તરફ જવાના માર્ગેથી મળી આવી હતી. જેનો ભેદ સાંથલ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખી બાળકનું ઈકો ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરનાર ગામના જ એક યુવકને ઝડપી લીધો હતો. જેમાં પોતાની માતા સાથે કઢંગી હાલતમાં જોઈ જતાં બાળકનું તેણીના પ્રેમીએ કાશળ કાઢી નાખ્યું હોવાની ચોંકાવનારી હકીકત ખુલવા પામી છે.
મેમદપુર ગામના લલીત શકરાજી ઠાકોર વેલ્ડીંગ કામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શનિવારના રોજ બપોરના સુમારે ઘર આગળ રમી રહેલા તેમનો ૬ વર્ષીય પુત્ર જગદીશ એકાએક ગૂમ થઈ ગયો હતો. શોધખોળ બાદ માસુમ બાળકની લાશ અર્ધનગ્ન હાલતમાં બાલસાસણ તરફ જવાના માર્ગેથી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. જેમાં ઈકો ગાડીમાં અજાણ્યા શખસો બાળકનું અપહરણ કરી ગયા હોવાનો ગામના જ સંજય ગોપાળજી ઠાકોરે પોલીસને જણાવ્યું હતું. જોકે હત્યાનો ભોગ બનેલ બાળકના પિતા લલીતજી ઠાકોરે નોંધાવેલ ફરિયાદમાં ચોંકાવનારી વિગતો દર્શાવતા પોલીસે તે દિશામાં તપાસ શરૃ કરી હતી. અને ગેરમાર્ગે દોરનાર સંજય ઠાકોરની અટકાયત કરીને પોલીસે પુછપરછ કરતાં સમગ્ર ઘટના પાછળ અનૈતિક સંબંધો હોવાનું ખૂલ્યું હતું. મૃતક બાળક પોતાની માતા અને તેના પ્રેમી સંજયને ગામની સીમમાં કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. આ વાત ઘરમાં કહી દેશે તેવા ડરથી સંજયે તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિકરાએ પિતાને કહ્યું મમ્મી સાથે સંજય કાકા સાથે મસ્તી કરતા હતા
મજૂરી કામે ૧૨ દિવસ ખંભાત રોકાઈને પોતાના ઘરે પરત ફરેલા લલીતજીને બે દિવસ પહેલા તેમના દિકરા જગદીશે નિર્દોષ ભાવે કહ્યું હતું કે ગામના ચરામાં મારી મમ્મી અને આપણા વાસના સંજય કાકા મસ્તી કરતા હતા. તે સાંભળી લલીત ઠાકોર ચોંકી ઉઠયા અને પત્ની સાથે આ અંગે ચર્ચા કરે તે પહેલા જ પોતાના વ્હાલસોયાની હત્યા થઈ જતાં શોકાતુર બન્યા હતા.
મોઢા પર લાત અને ગળું દબાવી હત્યાને અંજામ આપ્યો
શનિવારના રોજ સાંજે પાંચેક વાગ્યાના સુમારે જગદીશ (ઉ.વ.૬) પોતાના ઘર આગળ રમતો હતો તે વખતે અચાનક ગુમ થયા બાદ તેની લાશ મળી આવી હતી. જેમાં આરોપી સંજય ઠાકોર જગદીશને ગામ બહાર ખેતરમાં લઈ ગયો હતો અને તેના મોંઢા પર લાત માર્યા બાદ તેનું ગળું દબાવી મોત નીપજાવ્યું હોવાનું બહાર આવ્યું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3juKI3O
0 Response to "માતા સાથે પ્રેમીને કઢંગી હાલતમાં જોઈ જનાર માસૂમ બાળકની હત્યા"
Post a Comment