
પેટાચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ, સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થશે
અમદાવાદ, તા. 1 નવેમ્બર 2020 રવિવાર
વિધાનસભાની 8 બેઠકો માટે ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કાર્ય ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે આજે પ્રચાર માટેનો અંતિમ દિવસ છે.
નોંધનીય છે કે, આજે સાંજ 5 વાગ્યા બાદ આચારસંહિતાના પગલે જોરશોરથી પ્રચાર થઈ શકશે નહી. ઉમેદવારો પાસે જોરશોરથી પ્રચાર કરવાનો એક જ દિવસ રહ્યો છે.
નોંધનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ સહિતની ગુજરાતમાં રહેલી રાજકીય પાર્ટીઓ તથા અપક્ષ ઉમેદવારો પ્રચાર માટે ગામડાઓ ખુંદી રહ્યા છે અને મતદાતાઓને મનાવવા પ્રયાસ શરૂ થઈ ગયા છે.
કોરોનાની મહામારી વચ્ચે પણ સભા, જમણવાર વગેરે કાર્યક્રમ રાખવામાં આવતા સામાજીક અંતરના ધજાગરા ઉડતા પણ ક્યાંકને ક્યાંક જોવા મળી રહ્યા છે. આજે સાંજે 5 વાગ્યા બાદ ડોર ટુ ડોર ઉમેદવારો-કાર્યકરો પ્રચાર કરશે તેમજ ખાટલા બેઠકો શરૂ થશે તેમ જણાય રહ્યુ છે.
પેટા ચૂંટણી આડે હવે બે જ દિવસ રહ્યા છે તેથી ઉમેદવારોની ચિંતા વધી છે. રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2THrvAK
0 Response to "પેટાચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ, સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થશે"
Post a Comment