
અમદાવાદ: કાંકરિયા લેકફ્રન્ટમાં લાયસન્સ ધરાવતી રાઈડ્સ જ શરૂ થઈ શકશે
અમદાવાદ, તા. 1 નવેમ્બર, 2020 રવિવાર
કાંકરિયા લેક ખાતે લોકોની સંખ્યામાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે કોરોનાની ગાઇડલાઇન સાથે કાંકરિયા લેકફ્રન્ટમાં બાળકો માટે રાઇડ્સ શરૂ થશે. જેમાં લેસર-શો, નોકરેટલ-ઝુ અને બોટિંગ શરૂ થશે.
બલૂન, નાની રાઈડ્સ, ફૂડ કોર્ટ અને ફૂડ સ્ટોલ ચાલુ થશે.પરંતુ કાંકરિયામાં અટલ એક્સપ્રેસ ટ્રેન શરૂ નહીં થાય. જોકે કાંકરિયામાં 2 મોટા એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ નહીં થાય. આ દરમિયાન મુલાકાતીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. લાયન્સ ધરાવતી રાઇડ્સ શરૂ થઇ શકશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kHgKdw
0 Response to "અમદાવાદ: કાંકરિયા લેકફ્રન્ટમાં લાયસન્સ ધરાવતી રાઈડ્સ જ શરૂ થઈ શકશે"
Post a Comment