અમદાવાદમાં ચાર દિવસમાં પારો ગગડીને 18 ડિગ્રીથી નીચે જવાની આગાહી

અમદાવાદમાં ચાર દિવસમાં પારો ગગડીને 18 ડિગ્રીથી નીચે જવાની આગાહી


અમદાવાદ, તા. 1 નવેમ્બર 2020 રવિવાર 

રાજ્યમાં ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યુ છે. અમદાવાદના લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધ્યું છે. 

અમદાવાદ સહિત રાજ્યના 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. જેને પગલે રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી ચાર દિવસમાં શહેરમાં ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે જવાની આગાહી કરવામાં આવી છે.

ભારતના હવામાન વિભાગના જાણકારોએ અનુમાન લગાવ્યું છે કે, આ વર્ષે સામાન્ય કરતાં વધુ ઠંડી પડી શકે છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31ZdS4m

0 Response to "અમદાવાદમાં ચાર દિવસમાં પારો ગગડીને 18 ડિગ્રીથી નીચે જવાની આગાહી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel