
કોમર્સમાં 28મીથી પુરક પાસ માટે નવું રજિસ્ટ્રેશન, છઠ્ઠો રાઉન્ડ
અમદાવાદ, તા. 27 ઓક્ટોબર, 2020, મંગળવાર
ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સમાં પાંચ રાઉન્ડ બાદ ખાલી પડેલી 11 હજારથી વધુ બેઠકો માટે 28મીથી છઠ્ઠો રાઉન્ડ શરૂ થનાર છે.જે માટે આજે વિગતવાર પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાયો છે.
બી.કોમ, બીબીએ, બીસીએ સહિતના વિવિધ કોમર્સ ફેકલ્ટી કોર્સીસમાં છટ્વા રાઉન્ડ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત 27મીથી 30મી સુધી ઓનલાઈન પિન વિતરણ શરૂ થશે, 28મીથી 31મી સુધી પુરક પાસ અને રજિસ્ટ્રેશન વંચિત વિદ્યાર્થી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે તેમજ પ્રવેશ વંચિત હોય તેવા તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરી શકશે.
2જી નવેમ્બરે નવા વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે અને 6ઠ્ઠીએ સીટ એલોટમેન્ટ જાહેર થશે.8મી સુધી વિદ્યાર્થીએ ફી ભરવાની રહેશે. વિદ્યાર્થીએ કોલેજ ખાતે કે હેલ્પ સેન્ટર ખાતે રૂબરૂ રિપોર્ટિંગ કરવા જવાની જરૂર નથી.જ્યારે 9મી સુધી કોલેજોને વિદ્યાર્થીઓના ઓનલાઈન ડોક્યુમેન્ટ તપાસ વેરિફાઈ કરવા અને ઓનલાઈન રિપોર્ટિંગ કરવા આદેશ કરાયો છે.જો કોલેજ ઓનલાઈન રિપોર્ટિંગ નહી કરે તો વિદ્યાર્થીને પ્રવેશ નહી મળે અને કોલેજની જવાબદારી રહેશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e2IlmR
0 Response to "કોમર્સમાં 28મીથી પુરક પાસ માટે નવું રજિસ્ટ્રેશન, છઠ્ઠો રાઉન્ડ"
Post a Comment