
તલાટીઓને 22 પ્રકારના સોગંદનામા કરવાના પરિપત્રનો જિલ્લામાં વિરોધ
નડિયાદ, તા. 8 ઓક્ટોબર 2020, ગુરુવાર
ખેડા જિલ્લા નોટરી એસોસિએશન દ્વારા જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ છે. જેમાં તાજેતરમાં ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃ્રહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા તલાટીઓને બાવીસ જેટલા વિવિધ પ્રકારના સોગંધનામાં કરવાની જાહેરાત સત્તાવાર કરી છે.આ પરિપત્ર તાત્કાલિક અસરથી રદ કરવો અને ગુજરાતના નોટરી પબ્લિક રક્ષણ કરવા તથા નોટરી એકટનુ પાલન કરવા તાત્કાલિક પગલા લેવા રજૂઆત કરી છે.
ખેડા જિલ્લા નોટરી એસોસિએશન દ્વારા જિલ્લા અધિક કલેકટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે,તાજેતરમાં ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃ્રહ નિર્માણ અને ગ્રામ વિકાસ સચિવાલય ગાંધીનગર દ્વારા તલાટીઓને બાવીસ જેટલા વિવિધ પ્રકારના સોગંધનામા કરવાની સત્તાવાર જાહેરાત કરતો પરિપત્ર ને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ, અને ગુજરાત સરકાર દ્વારા લીધેલા નિર્ણય અને પરિપત્રને તાત્કાલિક અસરથી રદ કરવા માંગણી કરી છે.
આ ઉપરાંત આવેદનપત્રમાં તાજેતરમાં તલાટી કમ ંત્રીઓને બાવીસ પ્રકારના વિવિધ સોગંનામાં કરવાની આપેલી સત્તા વિરોઘાભાસ નિર્ણય હોય તેવુ પ્રથમ દર્શનીય લાગી રહ્યુ છે, કાયદાની જોગવાઇઓ મૂજબ સોગંધ લેવડાવાનો અધિકાર તલાટી મંત્રીને આપી શકાય નહી, કારણ કે સોગંદનામુ કોની રૂબરૂ કરી શકાય તેવા અધિકારો અગાઉથી મામલતદાર,નાયબ મામલતદાર,નોટરી પબ્લિકને આપવામાં આવેલા છે.અને જે અંગે ઓથસ એક્ટ-૧૯૬૯ છે,
જેની જોગવાઇઓ મૂજબ તલાટી કમ મંત્રીનો સમાવેશ આ કાયદા હેઠળ કરવામાં આવ્યો નથી. જેથી તલાટી કમમંત્રી રૂબરૂ કરેલ સોગંધનામુ કાયદેસર ગણાય નહી તેમજ નામદાર કોર્ટમાં પણ તલાટીઓ દ્વારા કરવામાં આવેલા સોગંધનામા કાયદેસર ન હોય માન્ય ગણાય નહી જેથી કાયદા વિરુધ્ધના આ સોગંધનામાં નો કોઇ અર્થ રહે નહી જેથી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામુ કાયદા વિરુધ્ધનુ હોવાનુ સ્પષ્ટ પણે ફલીત થાય છે.
આ ઉપરાંત અન્ય ત્રણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે.તેમજ જણાવ્યુ છે કે ઉપરોક્ત માંગણીઓ સ્વીકાર કરી સરકાર તાત્કાલિક પગલા લેવામાં નહી આવે તો સૌના હિતમાં ના છુટકે ગાંધી ચિન્ધયા માર્ગો આંદોલન કરવાની અને ગુજરાત હાઇકોર્ટમાં અને સુપ્રિમ કોર્ટમાં દાદ માગીશુ તેમ જણાવ્યુ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IcITef
0 Response to "તલાટીઓને 22 પ્રકારના સોગંદનામા કરવાના પરિપત્રનો જિલ્લામાં વિરોધ"
Post a Comment