બાલાસિનોરના ગુંથલીમાં દારૂ ભરેલા ટેમ્પાએ બે વાહનોને અડફેટે લીધા

બાલાસિનોરના ગુંથલીમાં દારૂ ભરેલા ટેમ્પાએ બે વાહનોને અડફેટે લીધા


બાલાસિનોર, તા. 8 ઓક્ટોબર 2020, ગુરુવાર

બાલાસિનોર તાલુકાના ગુંથલી ગામે દારૂ ભરેલા ૪૦૭ ટેમ્પોમાં મકાઈના ાસ નીચે સંતાડેલો ૮૬,૦૦૦/- રૂપિયા ઉપરાંતનો એલ.સી.બી. મહીસાગર પોલીસે ટેમ્પો પકડી પાડયો હતો. ટેમ્પા ચાલકની પકડાપકડીમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. 

બાલાસિનોર તાલુકાના જોરપુરા પાટિયા પાસેથી પુરપાટ જતા જીજે ૨૩ ડબલ્યુ ૮૭૯૯ ટેમ્પો ૪૦૭ ચાલક આગરવાળા બ્રિજ તરફથી પુરપાટ ઝડપે હંકારીને આવતા દેવ ચોકડીએ વાહન ચેકિંગ માટે ઉભા રહેલ પોલીસ દ્વારા ટેમ્પો ઉભો રાખવા જણાવતા ટેમ્પા ચાલકે ટેમ્પો પુરપાટ ઝડપે હંકારી દીધો હતો. આ ટેમ્પાનો પોલીસે પીછો કરતા ટેમ્પો જોરપુરા પાટિયાથી ગુંથલી જવાના રસ્તે ફંટાઈ ગયો હતો. પીછો કરતી પોલીસે બાલાસિનોર પોલીસને જાણ કરી નાકાબંધી કરવા જણાવ્યું હતું. 

આ દરમ્યાન ટેમ્પો ગુથલીમાં ઘર પાસે ઉભેલ હસમુભાઈ પટેલની ઇકો ગાડીને અથડાતા ઇકો ગાડીને ગંભીર નુકસાન થયું હતું. જ્યારે ટેમ્પાનો પીછો કરતી ગાડીને પણ અથડાતા નુકસાન થયું હતું. ગ્રામવાસીઓએ અકસ્માત કરી ભાગતા ટેમ્પો ચાલકને પકડી પાડયો હતો. એ દરમિયાન બાલાસિનોર પોલીસ અને એલ.સી.બી. પોલીસ સ્ટાફે ટેમ્પાના ડાલામાં સઘન તપાસ કરતા મકાઈના ઘાસ નીચે સંતાડેલા બોક્સમાં સંતાડેલી બોટલ નંગ ૧૧૫ તેમજ અન્ય ખાખી કલરનાર બોક્સમાં વિસ્કીની ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓન્લી લખેલ નવ બૉક્સમાંથી કુલ ૪૩૨ નંગ પ્લાસ્ટિક ક્વાટરિયા જેની અંદાજિત કિંમત રૂા. ૩૬,૦૦૦ ઉપરાંતની ગણતરી કરતા પોલીસે ૮૬,૦૦૦ ઉપરાંતનો મુદ્દામાલ તેમજ ટેમ્પો કિંમત રૂા. ૧,૫૦,૦૦૦ મળી કુલ રૂા. ૨,૩૬,૦૦૦ માલ અટક કર્યો હતો. પોલીસે ટેમ્પાએ ગુંથલી ગામમાં જાહેર રસ્તા પર પાર્ક કરેલ ઇકો ગાડીના ટેમ્પો ચાલકે કરેલ નુકસાનની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવા તજવીજ હાથ ધરી હતી.

પોલીસે ટેમ્પોચાલકની પૂછપરછ કરતા વિજય ઉદેસિંહવાઘેલા રહેવાસી ગમનપુરા તાબે ચકલાસી તા. નડિયાદ જિ. ખેડા અને દારૂ ઝાલોદ મુકામેથી ભરી આણંદ લઈ જવાતો હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા આ અંગે આગળની કાર્યવાહી કરી રહેલ તેવું જાણવા મળી રહેલ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GLOZBE

0 Response to "બાલાસિનોરના ગુંથલીમાં દારૂ ભરેલા ટેમ્પાએ બે વાહનોને અડફેટે લીધા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel