
ધંધુકામાં નશીલી દવાના કાળા કારોબારમાં માસ્ટર માઈન્ડ ઝબ્બે
ધંધુકા, તા. 8 ઓક્ટોબર 2020, ગુરુવાર
યુવા ધનને નશાના રવાડે ચડાવી નશીલા ડ્રગ્સનું વેચાપ કરવાના કાળા કારોબારમાં મુખ્ય સૂત્રધારને પોલીસે ધંધુકામાંથી ઝડપી લઈ સાડા પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત માહિતી આુસાર રાજ્યમાં નશીલી દવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ અમદાવાદ એસઓજીની ટીમે અત્યાર સુધીમાં ૬ શખસને ૪૬ લાખથી ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર પ્રકરણનો માસ્ટરમાઈન્ડ મુળ રાજસ્થાનનો રહેવાસી ભરત ચૌધરી નામનો શખસ પોલીસથી ભાગતો ફરતો હોય, જેની પોલીસે ચાંગોદર પાસે શરણ બિઝનેશ પાર્કમાં આવેલ દિવ્ય ફાર્મા ખાતેથી ઝડપી લઈ તેની પાસેથી કાર, મોબાઈલ, રાઉટર, હજારો નંગ નશાયુક્ત સિરપની બોટલ, ટેબ્લેટ સહિત રૂા.૫,૪૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ શખસ સામે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ૬ ગુના નોંધાઈ ચુક્યા છે. જેમાંથી ત્રણ ગુનામાં વોન્ટેડ હતો. હાલ આ શખસ અમદાવાદના જૂના વાડજ ખાતે રહી નશાકાર સિરપ અને ટેબ્લેટના વેચાણનું રેકેટ ચલાવતો હતો.
રાજસ્થાનના શખસનો ગુનાહિત ઈતિહાસ
સિરપ પ્રકરણના મુખ્ય આરોપી ભરત ચૌધરી સામે પોલીસ ચોપડે અડધો ડઝન ગુના નોંધાયેલા છે. જેમાં વર્ષ ૨૦૧૫માં મુંબઈના થાણે સ્થતિ કાશીમીરા પોલીસ મથકમાં ઔષધ અને સૌદર્ય પ્રશાધન એક્ટ, ૨૦૧૮માં ભોઈવાડા, થાણે મહારાષ્ટ્રમાં ઔષધ અને સૌદર્ય પ્રશાધન એક્ટ તેમ વર્ષમાં થાણેનગરમાં ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત ૨૦૧૮માં એનસીબી પાટણ, ગુજરાત ખાતે, વર્ષ ૨૦૨૦માં કાગડાપીઠ પોલીસ મથકમાં અને બાવળામાં એન.ડી.પી.સી. એક્ટ મુજબ ગુનો નોંધાયેલો છે. આ છ ગુનામાં તે ભોઈવાડા, કાગડાપીઠ અને બાવળા ખાતે નોંધાયેલી ફરિયાદમાં નાસતો ફરતો હતો.
Baca Juga
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30Iffnx
0 Response to "ધંધુકામાં નશીલી દવાના કાળા કારોબારમાં માસ્ટર માઈન્ડ ઝબ્બે"
Post a Comment