રાજ્યમાં ભારે વરસાદને પગલે 8000થી વધારે લોકોનું સ્થળાંતર, 8ના મોત

રાજ્યમાં ભારે વરસાદને પગલે 8000થી વધારે લોકોનું સ્થળાંતર, 8ના મોત

રાજ્યમાં ભારે વરસાદને પગલે આઠ હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લામાં ત્રણ હજાર 966, રાજકોટ જિલ્લામાંથી ત્રણ હજાર 306, પોરબંદર જિલ્લામાંથી 763 અને જૂનાગઢ જિલ્લામાંથી 158 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

તો છેલ્લા બે દિવસમાં વરસેલા ધોધમાર વરસાદથી આઠ લોકોના મૃત્યુ નિપજ્યા છે. જેમાં પાણીમાં ડુબવાથી પાંચ, મકાન પડવાથી બે જ્યારે વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. જામનગર જિલ્લામાં ત્રણ, રાજકોટમાં બે, વલસાડમાં એક, ભાવનગર અને ગાંધીનગરમાં એક એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે.

જ્યારે ભારે વરસાદને પગલે 29 કાચા અને 12 પાકા મકાનોને નુકસાન થયું છે. મુશળધાર વરસાદને પગલે ત્રણ સરકારી ઈમારત અને એક પુલને પણ નુકસાન થયું છે.

ધોધમાર વરસાદ વરસતા રાજ્યના 132 ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો છે. જેમાં સૌથી વધુ જામનગર જિલ્લાના 84 ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો છે. રાજકોટ જિલ્લાના 21, પોરબંદર જિલ્લાના 17, જૂનાગઢ જિલ્લાના આઠ જ્યારે અમરેલી જિલ્લાના બે ગામમાં હાલ વીજ પૂરવઠો ખોરવાયેલો છે.. તો ઊર્જા વિભાગે પણ ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત કરવા માટેની કામગીરી ચાલુ કરી લીધી છે.

વરસાદ આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્રમાં આજે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના પંથકમાં અતિભારે વરસાદનું હવામાન વિભાગને અનુમાન છે.

આ ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ અતિભારે વરસાદની આગાહી છે. તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં છૂટો છવાયો અને મધ્યમ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં હાલ વરસાદની ઘટ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે અન્ય વિસ્તારમાં 22 ટકા વરસાદની ઘટ છે.

from gujarat https://ift.tt/3AcahPn

Related Posts

0 Response to "રાજ્યમાં ભારે વરસાદને પગલે 8000થી વધારે લોકોનું સ્થળાંતર, 8ના મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel