સૌરાષ્ટ્રના કયા શહેરમાં છવાયો અંધારપટ? કેમ અનેક વિસ્તારોમાં GEBએ સ્ટ્રીટ લાઇટના કાપી નાંખ્યા કનેક્શન?

સૌરાષ્ટ્રના કયા શહેરમાં છવાયો અંધારપટ? કેમ અનેક વિસ્તારોમાં GEBએ સ્ટ્રીટ લાઇટના કાપી નાંખ્યા કનેક્શન?

સુરેન્દ્રનગરઃ ગઈ કાલે સુરેન્દ્રનગર શહેરમાં અંધારપટ છવાયો હતો. સુરેન્દ્રનગર દુધરેજ અને વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વીજળી બિલ નહિ ભરતાં કનેક્શન કપાયા હતા. પાલિકાએ GEBના રૂપિયા ન ભરતા સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપી નંખાયા હતા. વોર્ડ નંબર 3,7,11,5 સહીત વિસ્તોરોમાં અંધારપટ થઈ ગયો હતો.

આજે બીજા દિવસ રુપિયા નહીં ભરવામાં આવે તો લાઇટો આજે પણ બંધ રહેશે. ટેક્ષ ભરતી પ્રજાને લાઇટ વગર હાલાકી ભોગવવી પડી રહી છે. કરોડો રૂપિયાના બીલ બાકી છે એ ન ભરતા pgvcl આકરા પાણીએ થયું છે. છેલ્લા 4 મહિનામાં 40 થી 50 લાખ ભરવામાં આવ્યા છે, બાકીના પણ રૂપિયા ભરી દેવામાં આવશે, તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

રાજ્ય સરકારે સરકારી કર્મચારી-પેન્શનરોને આર્થિક ફાયદો કરાવતો લીધો મોટો નિર્ણય, જાણો વિગત

ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓને મોઘવારી ભથાના બાકી એરિયસનો લાભ અપાશે. 1 જૂલાઇ 2019 થી પાંચ ટકા મોઘવારી ભથ્થુ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. 1-07 થી 31-12 2019 સુધીના 6 મહિનાના મોંઘવારી ભથાની તફાવતની રકમ પેન્શનરો અને કર્મચારીઓને ચૂકવાશે.

રાજ્ય સરકારે વધુ એક અધિકારી/કર્મચારી/પેન્શનરો માટે હિતલક્ષી નિર્ણય લીધો છે.  રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજાર થી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સનો લાભ અપાશે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી.  રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લાભ મળશે. રાજ્ય સરકારને રૂ. ૪૬૪ કરોડનો વધારાનો ખર્ચ થશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. તા.૦૧.૦૭.૨૦૧૯ થી તા.૩૧.૧૨.૨૦૧૯ સુધી એમ કુલ-૬ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો. તે પૈકી જૂલાઈ-૨૦૧૯થી સપ્ટેમ્બર-૨૦૧૯ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને બૈકી રહેતા ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયર્સની ચુકવણી બાકી હતી. તે એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવવાનો નિર્ણય કર્યો છે.

નીતિન પટેલે ઉમેર્યું કે,  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી/કર્મચારીઓ/પેન્શનરો રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાતમાં પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારીઓ / કર્મચારીઓ / પેન્શનરોને ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધી એમ ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવાશે. આ ચૂકવણાના કારણે રાજ્ય સરકારને અંદાજે કુલ-૪૬૪ કરોડનું વધારાનું ભારણ થશે. રાજ્ય સરકારના કુલ-૫,૧૧,૧૨૯ જેટલા કર્મચારીઓ તથા ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.

from gujarat https://ift.tt/3A8nitd

0 Response to "સૌરાષ્ટ્રના કયા શહેરમાં છવાયો અંધારપટ? કેમ અનેક વિસ્તારોમાં GEBએ સ્ટ્રીટ લાઇટના કાપી નાંખ્યા કનેક્શન?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel