ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે આ દિગ્ગજ યુવા નેતાની નિમણૂકનો તખ્તો તૈયાર, જાણો યુવા નેતાએ શું મૂકી શરત ?  

ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે આ દિગ્ગજ યુવા નેતાની નિમણૂકનો તખ્તો તૈયાર, જાણો યુવા નેતાએ શું મૂકી શરત ?  

<p>અમદાવાદઃ રાજીવ સાતવના અકાળે થયેલા નિધનના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદ ખાલી પડ્યું છે. આ હોદ્દા પર હવે સચિન પાયલોટની નિમણૂક થઈ શકે છે. કોંગ્રેસનાં સૂત્રોએ આપેલી વિગતો પ્રમાણે , સચિન પાયલોટ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બની શકે છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટની ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદે નિમણૂકની સત્તાવાર જાહેરાત આગામી સપ્તાહમાં થઈ શકે છે .</p> <p>સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજસ્થાનના CM અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાન થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદે સચિન પાયલોટની નિમણૂક નિર્ણય લેવાયો છે. પાયલોટ અને ગેહલોત વચ્ચે થયેલા સમાધાન પ્રમાણે સચિન પાયલોટ જૂથના ધારાસભ્યોને રાજસ્થાન સરકારમાં મંત્રીપદ મળશે. પોતાના જૂથના MLA મંત્રી બન્યા બાદ સચિન પાયલોટ ગુજરાતની કમાન સાંભળશે અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કામગીરી શરૂ કરશે.</p> <p>જયપુરંમાં ગઈકાલે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા અજય માકન અને કે સી વેણુગોપાલ સાથે પાયલોટની બેઠક થઈ હતી. આ બેઠકમાં પાયલોટે પહેલાં પોતાના જૂથના ધારાસભ્યો તથા નેતાઓને યોગ્ય હોદ્દા આપવાની માગણી કરી હતી. પાયલોટે પોતાના જૂથના ધારાસભ્યો તથા નેતાઓને રાજસ્થાન સરકાર અને પ્રદેશ કોંગ્રેસમાં યોગ્દ હોદ્દા પર નિમણૂક કરીને તેમની સાથે ન્યાય કરવાની માગણી કરી હતી. પોતાના જૂથના લોકોને યોગ્ય હોદ્દા મળ્યા બાદ હાઈકમાન્ડ જે કામગીરી સોંપે તે કરવા પાયલોટે તૈયારી બતાવી હતી. તેના ભાગરૂપે તેમને પ્રદેશ કોંગ્રેસના પ્રભારી બનાવાશે. અગાઉ સચિન પાયલોટ ગુજરાતના પ્રભારી બનવા અંગે ઇન્કાર કરી ચૂક્યા છે. સચિન પાયલોટ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બની શકે છે. આ અંગે &nbsp;આગામી સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાન થતા નિર્ણય લેવાયો છે. ગઈકાલે કોંગ્રેસના બે દિગ્ગજનેતા અજય માકન અને કે સી વેણુગોપાલ સાથે પાયલોટની બેઠક મળી હતી.બેઠકમાં પાયલોટે પહેલા પોતાના જૂથના લોકોને સેટ કરવાની માગણી કરી હતી.</p>

from gujarat https://ift.tt/3zwH8hd

0 Response to "ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે આ દિગ્ગજ યુવા નેતાની નિમણૂકનો તખ્તો તૈયાર, જાણો યુવા નેતાએ શું મૂકી શરત ?  "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel