Patan : સાંતલપુરના યુવકને યુવતી સાથે હતા શારીરિક સંબંધ, યુવતીના મંગેતરને પડી ગઈ ખબર ને પછી તો.....

પાટણઃ સાંતલપુરના યુવકની પ્રેમિકાના પ્રેમીએ મિત્ર સાથે મળીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. હત્યા પછી હત્યારો પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. જોકે, એક વ્યક્તિ હજુ ફરાર છે. આડેસરના બે યુવકોએ સાંતલપુરના યુવકની હત્યા કરી નાંખી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, સાંતલપુરના 25 વર્ષીય યુવકને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા. દરમિયાન યુવતીની અન્ય જગ્યાએ સગાઇ થઈ ગઈ હતી. જોકે, યુવતીની સગાઇ પછી પણ બંને પ્રેમસંબંધ ચાલું રાખ્યા હતા. જોકે, આ અંગે યુવતીના મંગેતરને ખબર પડી જતાં તેણે પોતાના મિત્ર સાથે મળીને યુવકનું અપહરણ કર્યું હતું અને પછી તેની હત્યા કરીને લાશરોઝુ પાસેના રણમાં ફેંકી દિધી હતી. પોલીસે હત્યા કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે હજુ એક ફરાર છે.

યુવક ગત 25 જૂને સાંજે ફોન આવતા તે ઘરેથી નીકળી ગયો હતો. જોકે, યુવ રાત્રે ઘરે પરત ન ફરતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. આથી બીજા દિવસે તેના પરિવારે સાંતલપુર પોલીસ મથકે ગુમ થવા બાબતે જાણવાજોગ નોંધ કરી હતી.

બીજી તરફ યુવકનું અપહરણ કરનાર કચ્છ જિલ્લાના આડેસરના યુવકોએ હત્યા બાદ લાશને રોજુ પાસે અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી. હત્યા પછી એક હત્યારાએ આડેસર પોલીસ સ્ટેશન હાજર થઈ ગુનાની કબૂલાત કરી હતી. જેની જાણ આડેસર પોલીસ દ્વારા સાંતલપુર પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો.

Ahmedabad: 24 વર્ષની યુવતી 17 વર્ષના છોકરા સાથે ભાગી ગઈ ને 13 દિવસ લગી માણ્યું શરીર સુખ, પોલીસે યુવતી સામે નોંધ્યો રેપનો કેસ.........

અમદાવાદઃ અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતીને 17 વર્ષના છોકરા સાથે પ્રેમ થતાં યુવતી છોકરાને ભગાડી ગઈ હતી. યુવતીએ છોકરા સાથે શરીર સંબંધ બાંધીને સેક્સ માણ્યું હતું. યુવતી તથા છોકરાના પરિવારે કરેલી ફરિયાદના આધારે પોલીસે બંનેને શોધી કાઢ્યાં હતાં. બંનેએ સંતરામપુરમાં સેક્સ સંબંધ બાંધ્યો હોવાનું બહાર આવતાં યુવતી સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે શહેરના ખોખરા હાટકેશ્વર વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતીનાં લગ્ન થઈ ગયાં છે અને તેને ત્રણ દિકરીઓ છે. યુવતીનો પતિ તેની પર સતત શંકા કરતો હોવાથી પરેશાન યુવતીને પાસે રહેતા 17 વર્ષના છોકરા સાથે પરિચય થયો હતો. યુવતી છોકરા પાસે પોતાનું દુઃખ વ્યક્ત કરતી હતી. તેન કારણે બંને નજીક આવ્યાં હતાં ને બંનેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું.

છોકરાએ પૈસાની વ્યવસથા કરતાં બંને જણા બસમાં બેસીને મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં પહોંચ્યા હતાં. સંતરામપુરમાં રોકાવા માટે પૈસા નહીં હોવાથી છોકરાએ તેનો ફોન 500 રૂપિયામાં વેચી માર્યો હતો. બંને જણા સંતરામપુરમાં રોકાયા હતાં અને શારીરિક સંબંધ બાંધીને સેક્સ માણ્યું હતું. દરમિયાનમાં બંનેના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી.

મણિનગર પોલીસે તપાસ કરતાં બંને સંતરામપુરમાં હોવાની ખબર પડતાં પોલીસ તેમને લઈ આવી હતી. પોલીસે યુવતી સામે સગીરના અપહરણનો ગુનો નોંધીને યુવતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આદરી છે. છોકરો અને યુવતી 13 દિવસ સુધી સાથે રહેલા હોવાથી બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયાની તપાસ કરાઈ હતી. તપાસમાં બંને વચ્ચે શારીરિક સંબંધ હોવાનું બહાર આવતાં પોલીસે યુવતીની તબીબી તપાસ હાથ ધરી છે. તબીબી પુરાવા મળી આવતાં પોલીસે યુવતી સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે.

આ યુવતીના લગ્ન નાની ઉંમરે જ થઈ ગયા હતા અને તે બહુ જલદી ત્રણ બાળકોની માતા બની હતી. પતિ પણ સારી રીતે નહીં રાખતો હોવાથી યુવતીને ખોખરામાં રહેતા સગીરના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા પતિ અને ત્રણ સંતાનોને છોડી યુવતી સગીરને લઈને ભાગી ગઈ હતી.

મણીનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.બી. ગોયલે જણાવ્યું હતું કે, છોકરો સગીર હોવાથી મહિલા સામે બળાત્કાર અને પોસ્કો હેઠળ ગુનો દાખલ થયો છે અને આ અંગે હાલ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યાં છે.

from gujarat https://ift.tt/3y2E7V0
from gujarat https://ift.tt/3y2E7V0
0 Response to "Patan : સાંતલપુરના યુવકને યુવતી સાથે હતા શારીરિક સંબંધ, યુવતીના મંગેતરને પડી ગઈ ખબર ને પછી તો....."
Post a Comment