પાટડી નગરપાલિકા દ્વારા ઓક્સિજન સાથેની નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ
પાટડી : પાટડી નગરપાલિકા દ્વારા નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લાના લોકસભાનાં સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ પાટડી વિસ્તાર ખુબ જ પછાત હોય અહિં ગરીબ દર્દીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ પોતાની ગ્રાન્ટમાંથી રૂા.૧૯.૫૭ લાખ જેટલી માતબર રકમ નવી એમ્બ્યુલન્સ માટે પાટડી પાલિકાને ભેટ આપી હતી.
જેમાં વિમો, ટેક્ષ, પાસીંગનો ખર્ચ પાટડી નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો અને આ એમ્બ્યુલન્સને દોડતી કરી હતી નવી એમ્બ્યુલન્સમાં ઓક્સીજન સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય કોરોનાના કપરા કાળમાં કોઈપણ વ્યક્તિને ઘરેથી હોસ્પીટલ કે અન્ય ગામોમાં સારવાર માટે લઈ જવામાં સરળતા રહેશે અને લોકોના જીવ પણ બચી રહેશે. ત્યારે કોરોના મહામારીના કપરાકાળમાં આ નવી એમ્બ્યુલન્સ જીવાદોરી સમાન સાબીત થઈ છે.
આ તકે પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ, પાલિકા પ્રમુખ મૌલેશભાઈ પરીખ, ઉપ-પ્રમુખ ભારતીબેન ભીમાણી, કારોબારી ચેરમેન ચેતનભાઈ શેઠ સહિત ચીફ ઓફીસર તથા પાલિકાના સદ્દસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xNfkoJ
0 Response to "પાટડી નગરપાલિકા દ્વારા ઓક્સિજન સાથેની નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ"
Post a Comment