સુરેન્દ્રનગર- દુધરેજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું કોરોનાથી મોત નિપજ્યું
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે સામાન્ય પ્રજાજનો સહિત રાજકીય આગેવાનો, હોદ્દેદારો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ કોરોનાથી સંક્રમીત થઈ રહ્યાં છે
જેમાં અનેક રાજકીય આગેવાનોના કોરોનાથી મોત પણ નીપજી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર-દુધરેજ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપિનભાઈ ટોલીયાએ કોરોના સામે જંગ હારી જતાં તેઓનું દુઃખદ અવસાન થયું હતું. સુરેન્દ્રનગર પાલિકાના પૂર્વ પ્રમુખના કોરોનાથી સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવારજનો સહિત સમાજના આગેવાનો તેમજ ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
શહેરના યુવા અને વિકાસ પુરૂષ એવાં પૂર્વ પાલિકા પ્રમુખના કાર્યકાળ દરમ્યાન સુરેન્દ્રનગર, રતનપર અને જોરાવરનગર શહેરી વિસ્તારમાં વિકાસના અનેક કામો થયા છે તેમજ દરેક જ્ઞાાતિના નાના-મોટા લોકોના નિશ્વાર્થપણે કામ કરતાં પૂર્વ પાલિકા પ્રમુખના અવસાનથી સમગ્ર જીલ્લામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eU58lP
0 Response to "સુરેન્દ્રનગર- દુધરેજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું કોરોનાથી મોત નિપજ્યું"
Post a Comment