વિરમગામમાં ઓક્સિજન પ્લાન્ટ મુદ્દે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી
વિરમગામ : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અમદાવાદ જિલ્લામાંના તાલુકા કક્ષાએ ધોળકા, સાણંદ, માંડલ, સોલા ખાતે ઓક્સીજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત થયા બાદ વિરમગામ અને દેત્રોજ તાલુકાની બાદબાકી કરી નાખતા વિરમગામ શહેર અને દેત્રોજ તાલુકામાંથી ઓક્સીજન પ્લાન્ટ સ્થાપવા બાબતે દરરોજ જુદા જુદા સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવી રહ્યા છે.
છતાં સરકારનું પેટનું પાણી હાલતું નથી ત્યારે વિરમગામ શહેરમાં આજે સરદાર પટેલ સેવા દળ દ્વારા વિરમગામ ઓક્સીજન પ્લાન્ટ સ્થાપવાના મુદ્દે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે કે આગામી દિવસ ૧૦માં વિરમગામ તાલુકામાં ઓક્સીજન પ્લાન્ટ સ્થાપવા બાબતે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઓક્સીજન પ્લાન્ટના મુદ્દે વિરમગામ શહેરમાંથી જુદા જુદા સમાજ સંગઠન દ્વારા આવેદનપત્ર આપી રહ્યા છે છતાં સરકાર મગનું નામ મરી પાડતી નથી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b465ab
0 Response to "વિરમગામમાં ઓક્સિજન પ્લાન્ટ મુદ્દે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી"
Post a Comment