જિલ્લામાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે હેલ્પલાઇન શરૂ

જિલ્લામાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે હેલ્પલાઇન શરૂ


સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનું સતત સંક્રમણ વધી રહ્યું છે અને દરરોજ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણના સમયમાં કોવીડ પોઝીટીવ દર્દીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન અને તેમના પરિવારજનોને માનસીક હુફ મળી રહે તે માટે સુરેન્દ્રનગર જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જીલ્લાકક્ષાએ તેમજ તાલુકાકક્ષાએ ગત તા.૧લી મે થી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.

જે અંતર્ગત જીલ્લાકક્ષાએ નાયબ ચીટનીશના મો.નં.૯૦૫૪૪ ૮૨૧૦૮ તેમજ તાલુકાકક્ષાએ ચુડા તાલુકા માટે ડો.સંદિપ ટાંક-મો.નં.૯૦૫૪૫ ૧૯૧૦૮, ચોટીલા તાલુકા માટે અમીત માથકીયા-મો.નં.૯૦૫૪૫ ૨૪૧૦૮, ધ્રાંગધ્રા તાલુકા માટે ડો.ઉર્વીશ બારડ-મો.નં.૯૦૫૪૫ ૩૭૧૦૮, મુળી તાલુકા માટે ડો.હિના રાજદેવ-મો.નં.૯૦૫૪૫ ૯૪૧૦૮, પાટડી તાલુકા માટે ડો.અજય મકવાણા-મો.નં.૯૦૫૪૫ ૮૨૧૦૮, સાયલા તાલુકા માટે ડો.સોનલ પરમાર-મો.નં.૯૦૫૪૫ ૮૩૧૦૮, થાન તાલુકા માટે ડો.રમણીક સોનાગરા-મો.નં.૯૦૫૪૫ ૮૪૧૦૮, વઢવાણ તાલુકા માટે ડો.તેજલબેન સંઘવી અને આશાબેન સુમેરા-મો.નં.૯૦૫૪૫ ૮૯૧૦૮ નંબર ઉપર જે કોવીડ પોઝીટીવ દર્દીઓ ઘરે રહીને સારવાર લઈ રહ્યાં છે તેવા દર્દીઓ કે તેમના પરિવારજનો સવારના ૮-૦૦ થી રાત્રીના ૮-૦૦ સુધી તેમને મુંજવતા પ્રશ્નો પુછી માર્ગદર્શન અને જરૂરી પડયે સારવાર પણ મેળવી શકશે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા પણ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને સમયાંતરે સામેથી કોલ કરી તેમની તબીયત બાબતે જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જીલ્લાના હોમ આઈસોલેશનમાં રહેલા તમામ દર્દીઓ તેમના પરિવારજનોને જરૂર જણાય તરત જ આ હેલ્પલાઈન નંબર ઉપર સબંધિત વિસ્તારના આરોગ્યના અધિકારી અને કર્મચારીઓનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vLc7UV

0 Response to "જિલ્લામાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે હેલ્પલાઇન શરૂ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel