નિઘરાડ, કોલટ અને કુંવાર ગામ ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ ભેગી થતા 18 સામે ગુનો
સાણંદ : સાણંદ તાલુકાના નિધરાડ અને કોલટ ગામે પણ યોજાયો હતો જેમાં સાણંદ પોલિસે અને ચાંગોદર પોલીસે આઠ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધારી છે.
સાણંદ તાલુકા ના નિધરાડ ગામે બળિયાદેવના મંદિરે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેની કોઈ મજૂરી લેવામાં આવી નહોતી અત્યારે ચાલી રહેલી મહામારી ના સમય મા આવા કાર્યક્રમો નાયોજવા જોઈએ પણ નિધરાડ ગામ ના બળિયાદેવ મંદિર ના સભ્યો દ્રારા કાર્યક્રમ યોજ્યો અને કોઈ ની મજૂરી વગર સરકાર ના બહાર પાડેલ જાહેર નામા નો ભંગ કરેલ લોકો ને વધુ સઁખ્યા મા ભેગા કરેલ, સોસીયલ ડિસ્ટન્સ નો અભાવ, માસ્ક ના પહેરવું વગેરે જાહેર નામા ના ભંગ કરવા બદલ મંદિર ના સભ્યો ૧)ભરતભાઈ ઉર્ફે રવી ભાઈ કનુભાઈ ડાભી (ઠાકોર)૨)રાજુભાઈ ગાલજી ડાભી ૩)રધુજી માણાજી ડાભી ૪)રણછોડજી અંબાલાલ ઠાકોર ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
કોલટ ગામ પણ આવીજ રીતે બળિયાદેવ ના મંદિરે કાર્યક્રમ યોજી લોકો ને ભેગા કરી, સોસીયલ ડિસ્ટન્સ ના રાખવું, માસ્ક ના પહેરવું વગેરે જેવા જાહેર નામા ના ભંગ કરવા બાબતે ૧)સોમજી ખોયાજી ઠાકોર ૨)વેલશીભાઈ ખોડાભાઈ ઠાકોર ૩)દસરથભાઈ આશાભાઈ ઠાકોર ૪)સકરા ભાઈ ખોડા ભાઈ ઠાકોર આ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્ય વાહી હાથ ધરી છે.
આવીજ રીતે પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન કુંવાર ગામે પહોંચતા ત્યા કાર્યક્રમ ચાલતો હતો જેથી કાર્યક્રમ રોકી કુંવર ગામ ના દસ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.૧)બાબુભાઇ સોમાભાઈ પરમાર ૨)છોટાભાઈ બેચરભાઈ સોલંકી ૩)રધુભાઈ ગોપાલભાઈ ચૌહાણ ૪)હરજીભાઇ અમરશીભાઈ ચૌહાણ ૫)ગોપાલભાઈ પરસોત્તમભાઈ સોલંકી ૬)ચમનભાઈ લાલજીભાઈ સોલંકી ૭)લક્ષમણભાઈ નગરભાઈ ચૌહાણ ૮)જેસરભાઈ ધનજીભાઈ કો. પટેલ ૯)બાબુભાઇ ભુરાભાઇ કો. પટેલ ૧૦)મનહરભાઈ પરસોત્તમભાઈ કો. પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h17eDb
0 Response to "નિઘરાડ, કોલટ અને કુંવાર ગામ ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ ભેગી થતા 18 સામે ગુનો"
Post a Comment