દર્દીને સમયસર એમ્બ્લુયલન્સ ન મળતા મોત નિપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ

દર્દીને સમયસર એમ્બ્લુયલન્સ ન મળતા મોત નિપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ


પાટડી : પાટડી તાલુકામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તેમજ અન્ય રોગોના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે ત્યારે માંડલ ખાતે રહેતા કરશનભાઈ વાઘેલા ઉ.વ.૬૫વાળાને તાવ અને ટાયફોડની અસર જણાતા થોડા દિવસો પહેલા પાટડી ખાતે સારવાર અર્થે આવ્યા હતાં જ્યાં ઓક્સીજન લેવલ વધ-ઘટ થતું હોવાથી પાટડી કોવીડ કેર હોસ્પીટલ ખાતે સારવાર લઈ રહ્યાં હતાં.

જે દરમ્યાન અચાનક તેઓનું ઓક્સીજન લેવલ નીચું જતા અન્ય હોસ્પીટલ ખાતે રીફર કરવાની જરૂર પડતાં ડોક્ટર પાસે રીફર અંગેનું લખાણ કરાવી સવારના ૧૧-૦૦ વાગ્યાથી ૧૦૮, એમ્બ્યુલન્સ, સુરેન્દ્રનગર ૧૦૮ તમામ જગ્યાએ ફોન કર્યા હતાં તેમજ બે થી ત્રણ વખત પાટડી ૧૦૮ એમ્બ્યુલન્સનો રૂબરૂ સંપર્ક કરી સુરેન્દ્રનગર જવાની વાત કરી હતી પરંતુ કોઈ જ એમ્બ્યુલન્સ કે ૧૦૮ વાળાએ સંવેદના બતાવી નહોતી. આથી પુત્ર ઉત્તમ એમ્બ્યુલન્સને ફોન કરી રહ્યો હતો તેવામાંજ પિતા કરશભાઈએ જીવ ગુમાવી દીધો હતો. આમ ગરીબ માણસોની સંવેદનનાને કોઈ જ સમજતું નથી અને બેદરકારીના કારણે વધુ એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે મૃતકના અવસાનના સમાચાર સાંભળી તેઓના પત્નિ, પુત્રી, પુત્ર પર આભ તુટી પડયું હતું અને એમ્બ્યુલન્સ કે ૧૦૮ સમયસર ન મળતાં બેદરકારીના કારણે પોતાના પિતા ગુમાવ્યા હોવાનો આક્ષેપ કરી તંત્ર તેમજ સરકાર સામે રોષ દાખવ્યો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xJqg6Z

0 Response to "દર્દીને સમયસર એમ્બ્લુયલન્સ ન મળતા મોત નિપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel