એક માસથી નાના ધંધાર્થીઓ હેરાન ૫રેશાન આંશિક લૉકડાઉનથી ધંધા રોજગાર તૂટી ગયા

એક માસથી નાના ધંધાર્થીઓ હેરાન ૫રેશાન આંશિક લૉકડાઉનથી ધંધા રોજગાર તૂટી ગયા

ભુજ,બુધવાર

કોરોનાની બીજી લહેરના ૫ગલે કચ્છમાં પણ હજારો લોકોના મોત થયા છે તો પોઝીટીવ કેસોની પણ સંખ્યા નોંધપાત્ર છે. કોરોનાની ચેન તોડવા માટે સરકાર દ્વારા આંશિક લોકડાઉન લાદવાની ફરજ પડી છે. આ આંશિક લોકડાઉનના પગલે ભુજ સહિતના નાના મોટા ગામોમાં નાના ધંધાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. એક તરફ કોરોનાનો ડર છે તો બીજીતરફ નાસ્તા-ચાની કેબીનો ચલાવતા નાના વેપારીઓને ઘરનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે. એવા બીજા પણ કેટલાય ધંધાઓ છે કે જે છેલ્લા એકાદ વર્ષાથી ઠપ્પ પડયા છે પરિણામે આવા નાના ધંધાર્થીઓનંદ જીવન નર્કાગાર બની ગયુ છે.

કોરોનાના વાધતા જતા કેસો અને મોતની સંખ્યા જોતા રાજય સરકારને આંશિક લોકડાઉન લાદવાની ફરજ પડી છે પરિણામે હજુ આવતા સપ્તાહ સુાધી નિાર્ધારીત કરેલા સિવાયના વ્યવસાયોને ચાલુ રાખી શકાશે નહિં. તેમાં ખાસ કરીને નાસ્તા, હોટલો અને ચા સહિતના કેટલાક એવા વ્યવસાયો છે કે જેમાં રોજનું કમાઈને પરિવારનું ગુજરાન ચલાવવુ પડે છે. આ વ્યવસાયકારોને ગત વર્ષે લોકડાઉનમાં ભારે એવી આિાર્થક કટોકટીનો સામનો કરવો પડયો હતો. જેમાં, માંડ માંડ ઉભા થયા હતા તેવામાં વધુ આ વર્ષે પણ કોરોનાની બીજી લહેરે ધંધા રોજગારને બંધ કરાવી નાખ્યા છે. અને હજુ તો કોરોનાનો કહેર જારી છે અને આગામી સમયમાં પણ જો આંશિક લોકડાઉન લંબાવાય તો આ ધંધાર્થીઓએ આ ધંધો છોડીને બીજા ધંધા તરફ વળી જવુ પડે તેવી દહેશત ઉભી થઈ છે.

ગ્રામિણ વિસ્તારમાં હજુ પણ સવારે આૃથવા તો સાંજના સમયમાં ધંધો કરવા મળે છે પરંતુ ભુજ અને ગાંધીધામમાં આ મુસીબત સર્જાઈ છે પરીણામે સરકાર દ્વારા વ્યવસૃથા ગોઠવાય તેવી રજુઆત છે. છેલ્લા એક દોઢ વર્ષાથી ધંધા રોજગાર મંદ પડી જતા નાના ધંધાર્થીઓ હેરાન પરેશાન બન્યા છે. ઘર પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b3rwb6

0 Response to "એક માસથી નાના ધંધાર્થીઓ હેરાન ૫રેશાન આંશિક લૉકડાઉનથી ધંધા રોજગાર તૂટી ગયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel