કચ્છમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી! નવા 173 કેસો સાથે 5ના મોત

કચ્છમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી! નવા 173 કેસો સાથે 5ના મોત

ભુજ,બુધવાર

સમગ્ર રાજયની સાથોસાથ કચ્છમાં પણ કોરોનાની ચેન તોડવા માટે આંશિક લોકડાઉન લાદવામાં આવ્યો છે. જેના પગલે ભુજ અને ગાંધીધામમાં નાઈટ કફર્યુની સાથોસાથ આવશ્યક સેવા સહિતના અન્ય ધંધાઓ બંધ છે. છેલ્લા પંદર દિવસોથી અન્ય ધંધા રોજગાર બંધ હોવા છતા કચ્છમાં કોરોનાના કેસો ઘટવાના જાણે નામ જ લેતા ન હોય તેમ આજે ગત રોજની તુલનાએ ૧૧ કેસો વાધી ગયા હતા. તો કેટલાક દિવસોથી ત્રણ દર્દીઓના મોત રેકર્ડ પર નોંધાતા હતા જયારે આજે બુાધવારે કોરોનાથી પાંચના મોત થયા હતા. તેમજ નવા ૧૭૩ પોઝીટીવ કેસો નોંધાયા હતા. ભુજ અને ગાંધીધામ શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા હતા.

આજે અબડાસા તાલુકામાં ૪, અંજાર શહેરમાં ૯ અને ગ્રામિણમાં ૨ મળી ૧૧, ભચાઉ શહેરમાં ૩ તેમજ તાલુકામાં ૧૫ મળી ૧૮, ભુજ શહેરમાં ૩૩, ગ્રામિણમાં ૬ મળી ૩૯, ગાંધીધામ શહેરમાં ૩૫, તાલુકામાં ૫ મળી ૪૦, લખપત તાલુકામાં ૫, માંડવી શહેરમાં ૧૯, તાલુકામાં ૩ મળી ૨૨, મુંદરા શહેર-તાલુકામાં ૧-૧, નખત્રાણા તાલુકામાં ૭, રાપર શહેરમાં ૧૧ તેમજ તાલુકામાં ૧૪ મળી ૨૫ આમ આજે શહેરી વિસ્તારમાં ૧૧૧ અને ગ્રામિણમાં ૬૨ સાથે કુલ ૧૭૩ કેસો નોંધાયા હતા.

એકટીવ પોઝીટીવ ૨૮૫૧ કેસો સાથે કુલ કેસનો આંક ૯૦૩૦ થયો છે. તો આજે પાંચ દર્દીઓના મોત સાથે અત્યાર સુાધી કુલ ૨૧૨ ના મોત થયા છે. જો કે આ રેકર્ડ પરના આંકડા છે. જયારે વાસ્તવિકતા લોકો જાણે છે. આજે ૧૮થી ૪૪ વર્ષના ૯૪૨ લોકોએ રસી લીધી હતી. તેમજ ૬૯ દર્દીઓ સ્વસૃથ થયા હતા. 

નવાઈની વાત એ છે કે, ભુજ અને ગાંધીધામમાં આંશિક  લોકડાઉન હોવા છતા આ બંને શહેરોમાં કેસો ઘટવાનું નામ જ લેતા નાથી. પ્રતિદીન ૩૦ આસપાસ કેસો હોવાથી શહેરીજનો કારણ વિના બહાર ફરવા ન નિકળે તે માટે તંત્ર દ્વારા વધુ કડકાઈ દાખવવાની જરૃર છે. આટલા કેસો અને મૃતકાંક વાધતો હોવા છતા ભુજમાં હજુ પણ સાંજના ભાગે લોકો વોક પર નિકળે છે. હમીરસર તળાવની આસપાસ ભીડ જોવા મળતી હોય છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ekRfOw

0 Response to "કચ્છમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી! નવા 173 કેસો સાથે 5ના મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel