વરસાદનું જોરદાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી નિકળ્યા

વરસાદનું જોરદાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી નિકળ્યા

ભુજ,ગુરૃવાર

રાજસ્થાન અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતાં ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવવાનની અને હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે ભુજ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ઝાપટુ વરસતા પાણી માર્ગો પર પાણી વહી નિકળ્યા હતા. શનિવારે આહિરપટ્ટી ઉપરાંત ભચાઉ-રાપર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે પણ સવારથી વાતાવરણમાં બફારો અનુભવાયો હતો. જેના પગલે બપોર બાદ ભુજ-માધાપર સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનો જોરદાર ઝાપટુ વરસ્યુ હતુ. જેના પગલે રસ્તા પર પાણી વહી નિકળ્યા હતા. વરસાદના ઝાપટાના પગલે વાતાવરણમાં થોડી વાર માટે ઠંડક પ્રસરી હતી. એક તરફ કોરોનાનો કહેર છે તો બીજીતરફ વાતાવરણનો મિજાજ બદલાયો હોવાથી ઉનાળુ વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vy1fK3

0 Response to "વરસાદનું જોરદાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી નિકળ્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel