મોરબીથી નકલી રેમડેસિવિરનો જથ્થો કચ્છ તો નથી પહોંચી ગયો ને?
ભુજ, રવિવાર
હાલના સંકટકાળમાં દર્દી તાથા તેના સગાઓને મદદ કરવાના બદલે કેટલાક ડોક્ટર, મેડીકલ સ્ટોર તાથા મેડીકલ સંસાધનો સપ્લાર્ય કરનારા શખ્સો બે થી ચારગણા ભાવ લેવા સાથે કાળાબજારી પર ઉતરી આવ્યા છે. આનાથી પણ વધુ આાધાતજનક બાબતે એ છે કે,નકલી રેેમેડેસિવિરનો જથૃથો બનાવીને રાજ્યવ્યાપી સપ્લાર્ય કરાઈ રહ્યો છે. પડોશી મોરબી જિલ્લામાં ગઈકાલે કરોડોનો જથૃથો પકડાયા બાદ કચ્છમાં પણ આ જથૃથો ઘુસી આવ્યાની શંકા સાથે લોકોમાં ચિંતા ઉપજી છે.
એક તરફ સરકાર અને વહીવટીતંત્રના પાપે પહેલાથી જ લોકો પોતાના સ્વજનોને બેડ, ઓક્સિજન, વેન્ટીલેટર તાથા યોગ્ય સારવાર ન મળતા કમોતે મોતને ભેટતા જોઈ રહ્યા છે. આ સિૃથતીમાં ખાનગી કોવિડ હોસ્પિટલો દર્દીઓની સારવારના ૩ થી ૧૫ લાખના બિલો બનાવી રહી છે. બીજીતરફ સિવિલ હોસ્પિટલમાં હાઉસફુલના પાટીયા ઝુલે છે. આ સિૃથતીમાં લોકો પાયમાલ થઈ ગયા છે. ત્યારે હવે રાજ્યમાં ઠેર ઠેર નકલી રેમેડેસિવિર બનાવવાની ફેક્ટરીઓ ધમાધમી રહી છે. વડોદરા બાદ ગઈકાલે કચ્છના પડોશી જિલ્લા મોરબીમાં એક કરોડાથી વધુનો બોગસ જથૃથો પકડાયો છે. ત્યારે આ ઈન્જેકશન કચ્છમાં પણ ઘુસી આવ્યા હોવાની શંકા છે. હાલે સરકાર દ્વારા મર્યાદિત જથૃથો હોસ્પિટલોને અપાઈ રહ્યો છે. કતારોમાં ઉભેલા દર્દીઓના સગાઓને એક યા બીજા બહાને દસ્તાવેજો પુરા નાથી આૃથવા દર્દીને જરૃર નાથી તેવું કહીને પાછા વાળી દેવાય છે. બીજીતરફ દર્દીને ઈન્જેકશનની જરૃર છે તેવું ખાનગી ડોક્ટર જણાવતા હોય છે. આ સિૃથતીમાં દર્દીઓના સગા બહારાથી સેટીંગ કરવા મજબુર બને છે. આ મજબુરીનો ફાયદો નકલી ઈન્જેકશન બનાવનારાઓ ઉઠાવી રહ્યા છે. ઈન્જેકશન વિતરણ સેન્ટરની આસપાસ આૃથવા જિલ્લામાં મેડીકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે પોતાની સપ્લાર્ય ચેઈન સેટ કરીને નક્લી જથૃથો ધાબડી રહ્યા છે.
અત્યારસુાધી કચ્છમાં આવા નકલી ઈન્જેકશન પાધરાવવાથી કેટલાય દર્દીઓના મોત થયા હશે તે તપાસનો વિષય બને છે. ઉપરાંત હજુપણ જો આ જથૃથો કચ્છમાં હયાત હોય તો તાત્કાલિક અસરાથી તલસ્પર્શી તપાસ કરીને તેને જપ્ત કરાય તે જરૃરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SgW3M5



0 Response to "મોરબીથી નકલી રેમડેસિવિરનો જથ્થો કચ્છ તો નથી પહોંચી ગયો ને?"
Post a Comment