કચ્છમાં કોરોનાના નવા ૧૬૯ પોઝિટિવ કેસો નોંધાયાઃ ૩ ના મોત

કચ્છમાં કોરોનાના નવા ૧૬૯ પોઝિટિવ કેસો નોંધાયાઃ ૩ ના મોત

ભુજ,રવિવાર

કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના પોઝીટીવ કેસોનો આંક ઘટી રહ્યો છે અને દર્દીઓ સાજા થવાનું પ્રમાણ પણ વાધી રહ્યુ છે. આજે પણ કોરોનાના નવા કેસો બસ્સોની અંદર નોંધાયા હતા. જિલ્લામાં આજે નવા ૧૬૯ કેસો નોંધાયા હતા અને રેકર્ડ પર ત્રણ દર્દીઓના મોત થયા હતા. પરિણામે આ સમાચાર જાણી લોકોને રાહત થવા પામી છે.

આજે નોંધાયેલા પોઝીટીવ કેસોની વાત કરીએ તો અંજાર શહેરમાં ૫, ગ્રામિણમાં ૭, ભચાઉ શહેરમાં ૧૫, તાલુકામાં ૨૨ મળી ૩૭, ભુજ શહેરમાં ૧૨, ગ્રામિણમાં ૪, ગાંધીધામ શહેરમાં ૨૬, ગ્રામિણમાં ૩, લખપત તાલુકામાં ૫, માંડવી શહેરમાં ૧૯, તાલુકામાં ૧૦, મુંદરા શહેરમાં ૬,તાલુકામાં ૧, નખત્રાણા તાલુકામાં ૫, રાપરમાં ૨૪, ગ્રામિણ વિસ્તારમાં ૫ એમ શહેરી વિસ્તારમાં ૧૦૭ અને ગ્રામિણમાં ૬૨ મળી કુલ ૧૬૯ કેસો નોંધાયા હતા. આજે કોરોનાના કેસોમાં ભચાઉ પંથકમાં રાફડો ફાટતા આ વિસ્તારમાં ૩૭ કેસો નોંધાયા તો વળી ગાંધીધામ અને રાપરમાં પણ કેસો વધુ નોંધાયા હતા. જયારે એકટીવ પોઝીટીવ કેસો ૨૫૪૪ છે. આજે ૭૩ દર્દીઓ સ્વસૃથ થતા રજા મળી હતી. જયારે આજના ૩ મોત સાથે અત્યાર સુાધી રેકર્ડ પર ૨૦૧ના મોત થયા છે. જયારે કુલ પોઝીટીવ કેસોનો આંક ૮૫૦૮ થયો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h1dGtJ

0 Response to "કચ્છમાં કોરોનાના નવા ૧૬૯ પોઝિટિવ કેસો નોંધાયાઃ ૩ ના મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel