
નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થતાં દર્દીઓને રાહત થશે
નડિયાદ
કોરોના મહામારીના સમયે ખેડા જિલ્લાના નાગરિકો માટે સારા સમાચાર આવ્યા છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો છે.
ખેડા જિલ્લામાં કોરોનાના કહેર ફાટી નિકળ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઇ રહ્યા છે.આવા સમયે જિલ્લાના વડા મથક નડિયાદની ત્રણ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ નખાઇ રહ્યા છે.જેમાં એન.ડી.દેસાઇ હોસ્પિટલ,સિવિલ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજમાં પ્લાન્ટ નાખવામાં આવી રહ્યા છે. આ પ્લાન્ટ થકી દર્દીઓને જીવતદાન મળી રહેશે. હાલ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક વપરાશમાં લઇ શકાય તેવા ઓક્સિજન પ્લાન્ટનુ ઇસ્ટોલેશન પુરુ પાડવામાં આવશે.
આ પ્લાન્ટ ચોવીસ કલાક ચાલુ રહે તે પ્રકારનો છે.જે હવામાંથી ઓક્સિજન ખેંચી તેમાંથી લીક્વિડ ઓક્સિજન બનાવે છે. આ પ્લાન્ટ ૨૦ દર્દીઓને સતત ચોવીસ કલાક સુધી ઓક્સિજન સપ્લાય પુરો પાડવાની ક્ષમતા ધરાવે છે.વળી એક કલાકની ૧ બોટલ એમ ૨૪ કલાકમાં ચોવીસ બોટલ ઓક્સિજન ફિલીંગ કરી શકે છે. આ સિસ્ટમમાં ૯૩ ટકા જેટલુ શુધ્ધ ઓક્સિજન ઉત્પાદિત કરી આપશે. ખેડા જિલ્લા સમાહર્તાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રની ટીમના સૂચારૂ આયોજન થકી તથા જિલ્લાના સાંસદ સભ્ય,ધારાસભ્યોના અથાગ પ્રયત્નોથી આ ઓક્સિજન પ્લાન્ટ સફળ થઇ રહ્યો છે. આના સીધો લાભ નડિયાદ શહેર તથા જિલ્લાની જનતાને મળશે.
0 Response to "નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થતાં દર્દીઓને રાહત થશે"
Post a Comment