ગુજરાત પર 'તૌકતે' વાવાઝોડાનું જોખમ, આ તારીખે ગુજરાતના દરિયકાંઠે ટકરાઈ શકે છે

16 મેના રોજ ગુજરાત પર ત્રાટકી શકે છે 'તૌકતે' નામનું વાવાઝોડું. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના અનુસાર આ અઠવાડિયાના અંતે જ આ વર્ષનું પહેલું વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. હવામાન વિભાગના મતે 14 મેના અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાઈ શકે. જે 15 મેના રોજ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.

જ્યારબાદ 16 મે ના તે વાવાઝોડાના રૂપમાં સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે વાવાઝોડાની સાથે વરસાદ પણ વરસી શકે છે. જો કે, હાલ કોઈ પણ પ્રકારની ચિંતાની પરિસ્થિતિ નથી. તમામ સ્થિતિ પર રખાઈ રહી છે નજર. તૌકતેનો અર્થ છે વધુ અવાજ કરતી ગરોળી. આ નામ મ્યાનમાર તરફથી અપાયું છે.

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે વધુ એક આફતના એંધાણ સર્જાતા વહીવટી પ્રશાસન સાબદું બન્યું છે. અરબી સમુદ્રમાં સર્જાનારું સંભવિત વાવાઝોડું કચ્છ જિલ્લામાં ત્રાટકવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છ જિલ્લામાં કોસ્ટગાર્ડ સહિતની એંજસીઓ અત્યારથી જ સતર્ક બની છે અને દરિયામાં માછીમારી માટે ગયેલી બોટને કિનારે પરત ફરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 તારીખના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની પૂરેપૂરી સંભાવના છે. આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. તટ રક્ષક દળના જવાનોએ દરિયામાં માછીમારી કરતા લોકોને સુરક્ષિત દરિયા કિનારે પહોંચી જવાનું જણાવ્યું છે. ખાસ કરીને કચ્છમાં કંડલા અને મુન્દ્રા ખાતેના બે મોટા બંદર આવેલા છે. તેની સાથે માછીમારી માટે નલિયાના જખૌ બંદરનો મોટા પાયે ઉપયોગ થાય છે. ત્યારે સાવધાની રાખવી અનિવાર્ય બની જાય છે.

નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગે દેશમના પશ્ચિમી વિસ્તારમાં રવિવારે ચક્રવાત તોફાનની શક્યતા દર્શાવી છે. સાથે જ મંગળવારે પૂર્વ મધ્ય અરબ સાગર પર સાઈક્લોનની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. કહેવાય છે કે, એક વખક ચક્રવાત બની ગયા બાદ તેનું નામ ‘તૌકતે’ રાખવામાં આવશે જેનો મતલબ વધારે અવાજ કરનારી ગરોળી છે.

ગોવા, મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે આપેલ જાણકારી અનુસાર શુક્રવાર સવારે દક્ષિણ-પૂર્વ અરબ સાગર ઉપર ઓછા દબાણવાળું વાતાવરણ બની શકે છે. કહેવાય છે કે, તે દક્ષિણ-પૂર્વ અરબ સાગર અને તેની નજીક લક્ષદ્વીપ વિસ્તારમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવા અને ઝડપી હોવાની પૂરી સંભાવના છે. જેના કારણે લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

from gujarat https://ift.tt/3hnViLF
from gujarat https://ift.tt/3hnViLF
0 Response to "ગુજરાત પર 'તૌકતે' વાવાઝોડાનું જોખમ, આ તારીખે ગુજરાતના દરિયકાંઠે ટકરાઈ શકે છે"
Post a Comment