કોરોના સંક્રમણ વધતા જિલ્લામાં માનસિક રોગીઓની સંખ્યા વધી
ભુજ
ફેબુ્રઆરીની શરૂઆથી જ રાજ્ય સહિત કચ્છમાં વૈશ્વિક મહામારીની બીજી લહેર શરૂ થતા કોરોના સંક્રમિત કેસોમાં વધાોર થઈ રહ્યો છે ત્યારે વર્તમાન સમયમાં બિમારી સાથે માનસિક રોગોથી બચવા નિયમિત ધ્યાન-યોગા કરવા જોઈએ એવું તબીબોનું માનવું છે.
હાલમાં કોરોના કાળમાં વધતા દર્દીઓ વચ્ચે સામાન્ય બીમારીમાં પણ લોકોને કોરોનાનો ભય સતાવી રહ્યો છે. જેથી ઘણા લોકો નિયમિત રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવાઓનું સેવન કરી રહ્યા છે તો બીજી તરફ માનસિક ભયને દુર કરવા સાયકોલોજીસ્ટ અને સાયક્રિયાટ્રીસ્ટને ત્યાં લોકો માર્ગદર્શન માટે જઈ રહ્યા છે. આ અંગે જિલ્લાના માનસિક રોગના તજજ્ઞાોના જણાવ્યા પ્રમાણે કોરોનાનો ભય લોકોમાં વધી રહ્યા છે. જેથી લોકો માનસિક રોગના નિષ્ણાંત તબીબો પાસે સારવાર લઈ રહ્યા છે. વધુ વિગતો મુજબ રાજ્યના ૩૩ જેટલા જિલ્લાઓમાં માનસિક રોગના ઉપચાર માટેના કેન્દ્રો કાર્યરત છે. દર સો વ્યક્તિમાંથી ૬થી ૮ વ્યક્તિઓને માનસિક રોગોની મુશ્કેલી થયેલી છે.
વધુ વિગતો મુજબ હાલમાં સામાન્ય બિમારીના દર્દીઓમાં કોરોનાના ભયથી અનિદ્રાના કેસો વધેલા છે. કેસ વધી રહ્યા છે એમ લોકોમાં લોકડાઉનનો ભય પણ વધી રહ્યો છે. ગરીબ મધ્યમ વર્ગ સાથે ધંધાર્થીઓને મુખ્યત્વે આર્થિક ઉપાર્જન અંગેનો ભય સતાવી હર્યો છે. જો કે, મુ.મંત્રીએ લોકડાઉનની શક્યતા નકારી દીધી છતાં લોકોમાં ભીતિ દેખાઈ રહી છે તો ઘણા લોકો દર પાંચ દસ મિનીટે સાબુથી હાથ ધોઈ સેનેટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે કચ્છમાં ઘણા તબીબો પ્રીસ્ક્રીપ્સનમાં નીચે નિયમિત યોગ-ધ્યાન કરવાનું ખાસ સૂચન કરવામંક આવે છે.
કચ્છ સહિત રાજ્યમાં વધતા કોરોનાના કેસો છતાં હજુ લોકો જોઈએ એવી જાગૃતતા નથી દાખવી રહ્યા એક તરફ અમુક લોકો ભય હેઠળ વધુ તકેદારી રખી રહ્યા છે તો બીજી તરફ અમુક લોકો બેફિકરા થઈને જાહેરમાં કોરોના ગાઈડ લાઈનનો ભંગ કરી રહ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sPdQrj
0 Response to "કોરોના સંક્રમણ વધતા જિલ્લામાં માનસિક રોગીઓની સંખ્યા વધી"
Post a Comment