મુંદરામાં 80 કરોડના કૌભાંડના આક્ષેપ બાદ પણ તપાસના નામે સેવાતુ મૌન!!
- સામુહિક ફરિયાદના ૨૦ દિવસ બાદ લેન્ડ ગ્રેબીંગ તળે ફરિયાદ નહિં નોંધાય તો અનશન ઉપવાસની ચિમકી
- તંત્રની મિલીભગતથી આકારણી રજીસ્ટરે ૫૬ કિસ્સાઓ નોંધાયા જેમાં ૧૨ કિસ્સામાં બોગસ માલિકોએ રજીસ્ટર દસ્તાવેજ બનાવી માલિકી હક્ક હસ્તાંતર કર્યા
કચ્છમાં જમીનોના નામે કરોડો રૂપિયાના કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે. તંત્રના નાક નીચે થતા જમીન કૌભાંડોની રજુઆતો કરાતી હોવા છતા કોઈ જ પ્રકારના પગલા ભરાતા હોતા નથી. રાજકીય વગદારોને સંડોવતા જમીન કૌભાંડના કિસ્સાઓમાં ઘટાડાના બદલે દિન પ્રતિદીન વધારો થઈ રહ્યો છે ત્યારે મુંદરા-બારોઈ નગરપાલિકાની ચૂંટાયેલ બોડી સતા સ્થાન સંભાળે તે પૂર્વે વહીવટદાર શાસનમાં સરકારી માલિકીની ખુલ્લી જમીનો આકારણી રજીસ્ટરે અનધિકૃત ચડાવી બોગસ માલિકી હક્કો આપી ૮૦ કરોડ જેટલા ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠતા ચકચાર મચી છે. આ કરોડોના ભ્રષ્ટાચારમાં ' લેન્ડ ગ્રેબીંગ એકટ' તળે કાર્યવાહી કરવામાં આવે તેવી ઉઠી છે.
કરોડોના ચકચારીભર્યા આ બનાવની મળતી વિગતો અનુસાર, નવરચિત મુંદરા-બારોઈ નગરપાલિકાના કાઉન્સીલરોએ રજુઆત કરી છે કે, ચૂંટાયેલ બોડી સતા હસ્તક કરે તે પૂર્વે વહીવટદાર શાસનમાં ટુંકાગાળામાં સરકાર વિરૂધ્ધ સતાનો ગેરઉપયોગ કરી ચોકકસ નિમાયેલ અધિકારી-કર્મચારીઓએ સરકારની ખુલ્લી જમીનોની લ્હાણી કરી બોગસ માલિકો ઉભા કરી ફકત ખોટા સોંગદનામાના આધારે મુંદરા વિસ્તારમાં અભુતપૂર્વ કહી શકાય તેટલા ૮૦ કરોડ જેટલો ભ્રષ્ટાચાર કર્યો છે.
ભ્રષ્ટાચાર આચરનાર સામે લેન્ડ ગ્રેબીંગ તળે ગુનો નોંધવામાં આવે તેવી ઉચ્ચ સ્તરે રજુઆત કરાઈ છે જો કે, હજુ સુધી કોઈ જ પગલા ભરાયા નથી. તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી કરાતી ન હોવાથી અરજદારોએ આકારણી રજીસ્ટરની ખોટી એન્ટ્રીઓ રદ કરી તેના આધારે અપાયેલા દાખલા અને કરવેરા પાવતીઓ રદ કરી તેમજ થઈ ગયેલ દસ્તાવેજો રદબાતલ કરવા અને જવાબદારો સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ દર્જ દબાવી લેવાયેલ સરકારી જમીનમાં ખુલ્લી કરાવવામાં આવે તેવી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યા પ્રમાણે, સરકારી માલિકીની જમોનોને અધિકારી-કર્મચારીઓની હસ્તકલાથી ખાનગી માલિકીમાં ફેરવી આપવા આકારણી રજીસ્ટરે ૫૬ કિસ્સાઓ નોંધાયેલ છે. તે પૈકી ૧૨ કિસ્સામાં આવા બોગસ માલિકોએ રજીસ્ટર દસ્તાવેજ બનાવી માલિકી હક્ક હસ્તાંતર કરેલ છે. બાકી રહેતા બોગસ સોગંદનામુ કરી આકારણી રજીસ્ટરે પોતાનું નામ રજીસ્ટર્ડ કરાવી માલિકી હકકો ઉભા કર્યાનો આક્ષેપ કરાયો છે. આ સમગ્ર કૌભાંડમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે આમ છતા ેસામુહિક ફરિયાદ બાદ ૨૦ દિવસમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નહિં થાય તો અનશન ઉપવાસ કરવાની ફરજ પડશે તેવી ચિમકી અપાઈ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cNPlVH
0 Response to "મુંદરામાં 80 કરોડના કૌભાંડના આક્ષેપ બાદ પણ તપાસના નામે સેવાતુ મૌન!!"
Post a Comment