સુજલામ સુફલામના ૧૧૯૮ કામો મંજુર ૧૬૨૪ કરોડ લિટર પાણીનો સંગ્રહ થશે

સુજલામ સુફલામના ૧૧૯૮ કામો મંજુર ૧૬૨૪ કરોડ લિટર પાણીનો સંગ્રહ થશે

ભુજ, રવિવાર

જળ સંચયની કામગીરી અંતર્ગત જળ સંપતિ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦માં સુજલામ-સુફલામનો પ્રારંભ સમગ્ર ગુજરાત રાજયમાં કરવામાં આવેલ હતો. જેને મળેલ અદભુત સફળતાને ધ્યાને લઇ ચાલુ વર્ષે જળસંચયનો વ્યાપ વાધે તે માટે રાજય સરકાર દ્વારા સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૨૧ તા.૧લી અપ્રિલ-૨૦૨૧ થી તા.૩૧મી મે-૨૦૨૧ સુાધીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય જળ સંગ્રહના કામો જેવા કે હયાત તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનું ડિસીલ્ટીંગ, હયાત જળાશયો, હયાત નુકશાન પામેલ ચેકડેમોના રીપેરીંગ તાથા તળાવોના વેસ્ટવીયરના રીપેરીંગના કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.

અંજાર તાલુકાના ખેડોઇ ગામે ખારું તળાવ ઊંડું ઉતારવાનાં કામ સાથે જિલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાનનાં ચોથા તબક્કાનો રાજયમંત્રી વાસણભાઇ  આહિર દ્વારા ખાતમૂહૂર્ત કરી શુભારંભ કરાવાયો હતો.

કચ્છ જિલ્લામાં વાધુમાં વાધુ પાણીના સંગ્રહ થાય અને સંગ્રહ શકિત વાધે તે માટે જિલ્લામાં ૧૧૯૮ જેટલા કામો સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧ અંતર્ગત મંજુર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં કુલ ૧૬૨૪ કરોડ લીટર જેટાલ પાણીનીસંગ્રહ શકિતમાં વાધારો થશે. જેનો લાભ લાભ પીવા માટે, પશુ-પક્ષીઓ તેમજ જમીનમાં પાણીના તળ ઉંચા લાવવા માટે અને સિંચાઇ માટે પ્રત્યક્ષ તાથા પરોક્ષ રીતે થશે તેમ રાજયમંત્રીએ જણાવ્યુ હતુ.

 સુજલામ સુફલામ જળ અભિયાનની આ કામગીરી સુચારૃ રૃપે થાય તે માટે ગામ લોકોને ધ્યાન દેવા પણ અનુરોધ કર્યો હતો.

આ તકે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. એ સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા આ વર્ષે વાધુ કામો કરવામાં આવશે. હાલ કુલ ૧૧૯૮ કામોને મંજુરી આપવામાં આવી છે. એ ઉપરાંત જેમ જેમ લોકો તરફાથી વાધુ કામોની માંગ થશે તેમ તેમ તબક્કાવાર વાધારાના કામોની પણ મંજુરી અપાશે. તેમણે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લા માટે પાણીનું મૂલ્ય ખુબજ વાધુ છે અને સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧ દ્વારા વાધુમાં વાધુ પાણી સંગ્રહ થાય તે માટે લોકોના સહકારની અપેક્ષા વ્યકત કરી હતી.આ તકે ખેડોઇ સરપંચ બાપાલાલભાઇ જાડેજા, અગ્રણીઓ રમેશભાઇ ડાંગર, પ્રાંત અિધકારી, મામલતદાર, તાલુકા વિકાસ અિધકારી, સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧ના નોડલ અિધકારી તેમજ ગ્રામજનો સામાજિક અંતર સાથે ઉપસિૃથત રહયા હતા. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31NVkDC

0 Response to "સુજલામ સુફલામના ૧૧૯૮ કામો મંજુર ૧૬૨૪ કરોડ લિટર પાણીનો સંગ્રહ થશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel