નખત્રાણાના વિભાપર નજીક કાર-ટ્રકની ટક્કરમાં સાસુ-જમાઈ અને સાળીનાં મોત
ભુજ,રવિવાર
નખત્રાણા તાલુકાના વિભાપર નજીક આજે સાંજે બલેનો કાર અને ટ્રક સામે સર્જાતા આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં સાસુ-જમાઈ અને સાળી એમ ત્રણ લોકોના મોત થયા હતા. ત્રણ વ્યક્તિના મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.
મૂળ ઉતરપ્રદેશના મોરાદાબાદના વતની અને નલિયા એરફોર્સમાં ફરજ બજાવતા આશિષ રસ્તોગી (૩૮) નલિયાથી બલેનો કારમાં સાસુ નીતાબેન શર્મા અને સાળી દીપ્તીને ભુજ મુકવા આવતા હતા. ત્યારે ભુજાથી નલિયા જઈ રહેલા ટ્રેલર સાથે તેમની કાર ટકરાઈ હતી. જેમા કારનો કચચરઘાણ વળી ગયો હતો. સૃથળ પર જ સાળી દિપ્તી અને આશિષના મોત થયા હતા. જયારે સાસુ નીતાબેન એ ટુંક સમયમાં દમ તોડી દીધો હતો. ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ માંડ માંડ બહાર કાઢી શકાયા હતા. આ બનાવ ચાર વાગ્યાના અરસામાં બનવા પામ્યો હતો. અકસ્માતમાં કારમાં સવાર ૧૮ વર્ષના પુત્ર શ્રેયાસ અને ૧૦ વર્ષની પુત્રી વિિધને હળવી ઈજાઓ થઈ હતી. બનાવને લઈને નખત્રાણા પોલીસની ટિમ સૃથળ પર પહોંચી હતી. અકસ્માતને લઈને ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો જેને હળવો બનાવવા ટ્રાફિક પોલીસે જહેમત ઉઠાવી હતી. આ ઘટનામાં નીતાબેન સુશીલકુમાર શર્મા ઉમર.પચાસ,,આશિષ રસ્તોગી, દીપ્તિ કૌશિકના મોત નિપજ્યા હતા. જ્યારે વિિધબેન,શ્રેયાસને ઈજાઓ પહોંચતા સૃથાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે, હતભાગી નલિયા એરફોર્સ ખાતે રહેતા હોવાનું જાણવા મળે છે. હતભાગી માતા,પુત્ર,અને પુત્રવાધુ હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં રૃદ્રમાતા પાસે પણ બે કારની ટકકરમાં આદિપુરના સાસુ-જમાઈના મોત થયા હતા. તેવામાં વધુ એક આવી જ ઘટના ઘટી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PTOSZ9
0 Response to "નખત્રાણાના વિભાપર નજીક કાર-ટ્રકની ટક્કરમાં સાસુ-જમાઈ અને સાળીનાં મોત"
Post a Comment