એકલા ભુજમાં કોરોનાના ૧૫ કેસોથી ફફડાટ, શહેરીજનો ચેતે
ભુજ,રવિવાર
એકતરફ રસીકરણની કામગીરી આગળ ધપી રહી છે તો બીજીતરફ કોરોનાના કેસો પણ વાધી રહ્યા છે. આંકડા ચિંતા સર્જાવે તેમ આજે કચ્છમાં ૨૬ કેસોથી ફફડાટ ફેલાયો હતો. તો ભુજ શહેરમાં એક જ દિવસમાં ૧૫ કેસો નોંધાતા શહેરીજનોમાં ચિંતા ફેલાઈ છે. આજે રવિવાર હોતા લોકો પરિવાર, મિત્રો સાથે ફરવા ઉમટી પડયા હતા. આ ભીડને જોતા આગામી દિવસોમાં ભુજમાં વધુ કેસો નોંધાય તો નવાઈ પામવા જેવુ નાથી.
એકતરફ સાજા થયેલા ૧૮ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી તો બીજીતરફ આજે કોરોનાના નવા ૨૬ દર્દીઓ નોંધાયા હતા. જેમાં, ભુજ શહેરમાં ૧૫ કેસો સૌથી વધુ નોંધાયા હતા તો બીજીતરફ અંજાર શહેરમાં ૧, ભચાઉ શહેરમાં ૨, ભુજના ગ્રામિણ વિસ્તારમાં ૨, ગાંધીધામ શહેરમાં ૨, મુંદરા તાલુકામાં ૨, નખત્રાણા તાલુકામાં ૨ એમ શહેરી વિસ્તારમાં ૨૦ અને ગ્રામિણમાં ૬ કેસો નોંધાયા હતા. એકટીવ કેસો વધીને ૨૧૮ પહોંચી ગયા હતા. જયારે કુલ પોઝીટીવ કેસોની સંખ્યા ૫૧૨૦ થયા છે. સરકારી હોસ્પીટલમાં ૩૭૪ તેમજ ખાનગીમાં ૧૬૮ મળી કુલ ૫૪૨ પથારીઓની સંખ્યા ઉપલબ્ધ છે. જયારે આજના દિવસે કુલ ૯૨૫૨ લોકોને રસીકરણ કરાયુ હતુ.જે રીતે કોરોનાના કેસો આગળ વધી રહ્યા છે તે જોતા તંત્ર દ્વારા કડકાઈ અપનાવવાની જરૃર છે તો બીજીતરફ લોકોએ પણ સ્વંય શિસ્ત જાળવવાની જરૃર છે અન્યથા અહીં પણ લોકડાઉન લાદવાની ફરજ પડી શકે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QXA6RA
0 Response to "એકલા ભુજમાં કોરોનાના ૧૫ કેસોથી ફફડાટ, શહેરીજનો ચેતે"
Post a Comment