નિખિલ દોંગા સહિત છ શખ્સો શુક્રવાર સુધીના રિમાન્ડ પર
ભુજ,રવિવાર
અહીંની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી છૂટેલાં નિખિલ દોંગા અને તેના પાંચ સાગરીતોના કાર્ટે નવ એપ્રિલ સુાધીના પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે.
આ અંગેની વિગતો મુજબ ભુજની જી. કે. નજરલ હોસ્પીટલમાંથી પોલીસ જાપ્તામાંથી ગુજસીટોકના ગુનાનો આરોપી નિખિલ દોંગા નાસી ગયેલ હોવાથી જે સબબ ભુજ શહેર બી.ડીવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો જે ગુનાના આરોપીઓ ભરત જવેરભાઈ રામાણી, આકાશ વિનુભાઈ આર્ય, નિકુંજ ઉર્ફે નિખિલ રમેશભાઈ ડોંગા,શ્યામલ બિપીનભાઈ ડોંગા,સાગર કિશોરભાઈ કયાડા અને રેનીશ ઉર્ફે લાલજી ડાહયા ભાઈ માલવીયાને ભુજ કોર્ટમાં રજુ કરી દિન - ચૌદના પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેાથી નામદાર કોર્ટ દ્વારા તમામ છ આરોપીઓને નવ એપ્રિલ સુાધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજુર કર્યા છે..આ ચચત કેસની તપાસ ભુજ વિભાગના નાયબ પોલીસ અિધક્ષક જે.એન. પંચાલને સોંપાઈ છે. નિખિલ અને તેના સાગરીતોને મહેનત બાદ કચ્છ અને રાજકોટ પોલીસે નૈનિતાલાથી ઝડપી પાડયાં હતા.
નિખિલ અને તેના સાગરીતોએ નાસી છૂટવા માટે કોની કોની કેવી રીતે મદદ મેળવી હતી, નાસી છૂટયાં બાદ કોઈ ગંભીર ગુનાને અંજામ આપવાના હતા કે કેમ પ્રત્યેક સાગરીતે શું શું ભૂમિકા ભજવેલી અને હજુ પણ કોણ કોણ સંડોવાયેલાં છે તે સહિતની બાબતો અંગે મહત્વની કડીઓ મળવાની પોલીસને આશા છે. તમામ આરોપીઓને ભુજ એ ડિવિઝન પોલીસ માથકની કસ્ટડીમાં રખાયાં છે. આરોપીઓ પોલીસકર્મીઓને ચકમો આપી નાસી છૂટવાની ટેવવાળા હોવાથી ચોતરફ રાઉન્ડ ધ ક્લોક ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sSbKH0
0 Response to "નિખિલ દોંગા સહિત છ શખ્સો શુક્રવાર સુધીના રિમાન્ડ પર"
Post a Comment