રાજ્ય બહારથી આવતા અમદાવાદીઓ માટે RT-PCR ટેસ્ટ જરૂરી નથી
શહેરમાં રહેનારાઓએ આધારકાર્ડ સાથે રાખવું પડશે
અમદાવાદ : અમદાવાદ શહેરમાં રહેતા હોય અને કામકાજ અર્થે રાજ્ય બહાર ગયા હોય એવા લોકો અમદાવાદ શહેરમાં આવે તે સમયે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી નથી.માત્ર તેઓ અમદાવાદના રહેવાસી છે એ ઓળખ માટે આધારકાર્ડ પુરાવા માટે સાથે રાખવુ પડશે.
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવીડ વેકિસનેશનની કામગીરી ઉપરાંત માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ જાહેર કરવા ઉપરાંત મોટા પાયે ટેસ્ટીંગ કરવા,સર્વે કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
હાલમાં ગુજરાત રાજયમાંથી અન્ય રાજયમાં અને અન્ય રાજયમાંથી ગુજરાતમાં આવનારાઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા અને નેગેટીવ રીપોર્ટ સાથે રાખવા અંગે સરકાર તરફથી મુસાફરી કરવાવાળા માટે ગાઈડલાઈન અને સરકયુલર બહાર પાડવામાં આવેલ છે.
આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજય સરકાર સાથે પરામર્શ કર્યા બાદ 6 માર્ચને મંગળવારથી અમદાવાદ શહેરમાં રહેતા હોય અને કામકાજ માટે રાજ્ય બહાર ગયા હોય એવા અમદાવાદના રહિશોએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે નહીં.માત્ર તેઓ અમદાવાદના રહેવાસી છે એ ઓળખ માટે તેમનું આધારકાર્ડ સાથે રાખવાનું રહેશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mnm9rJ
0 Response to "રાજ્ય બહારથી આવતા અમદાવાદીઓ માટે RT-PCR ટેસ્ટ જરૂરી નથી"
Post a Comment