કચ્છમાં સ્વૈચ્છિક લોકડાઉનની મોસમ : અનેક મોટાં શહેરો - ગામો જોડાયાં

કચ્છમાં સ્વૈચ્છિક લોકડાઉનની મોસમ : અનેક મોટાં શહેરો - ગામો જોડાયાં

ભુજ, સોમવાર 

કચ્છમાં કોરોના વાઈરસની કુચને રોકવા માટે હવે સૃથાનિક સ્વરાજ્યની સંસૃથાઓ તાથા પંચાયતો સ્વયંભુ આગળ આવી રહી છે. રાજ્ય સરકારે જિલ્લાના ભુજ અને ગાંધીધામમાં કર્ફર્યું જાહેર કર્યા બાદ આ દિશામાં ચાર શહેરો તાથા અનેક ગામો જોડાઈ ચુક્યા છે.

મળતી માહિતી મુજબ કચ્છનું વહીવટીતંત્ર બગડતી સિૃથતીને જોતા કોઈ પગલા ભરી રહ્યું નાથી. શહેરો અને ગામડાઓમાં શાકમાર્કેટો રાબેતા મુજબ ખીચોખીચ ભરાઈ રહી છે. દુકાનોમાં સામાજિક અંતર નેવે મુકીને ભીડ થાય છે. દુકાન બહાર કુંડાળા કરવા જેવા નિયમોનું પાલન કરવા કલેકટરનું જાહેરનામું હજીસુાધી આવ્યું નાથી. બીજીતરફ વેપારીઓ જાતે કોઈ  પગલા ભરતા નાથી. જેના કારણે પરિસિૃથતી વણસી રહી છે. તેાથી હવે પોતાની રક્ષા જાતે કરવા લોકો ખુદ સજ્જ બન્યા છે. કચ્છની ચાર સુાધરાઈ મુંદરા, માંડવી, ભચાઉ અને અંજાર તેમજ સમાઘોઘા, સુખપર,ફતેહગઢ, નાડાપા, અટલનગર, ચપરેડી, સામખીયાળી, ગઢશીશા, મમુઆરા તેમજ માથડા સહિતના ગામડાઓમાં કર્ફયું સાથે અનેક કડક નિયમોની અમલવારી શરૃ કરાઈ છે. માસ્ક કે સામાજિક અંતર ન જાળવતા વેપારીઓને ઉંચો દંડ, લોકો સામે કાર્યવાહી, શાકમાર્કેટમાં ભીડ ટાળવા વેંચાણનો સમય નક્કી કરવા જેવા અનેક પગલા ભરવામા આવ્યા છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uOnxGO

0 Response to "કચ્છમાં સ્વૈચ્છિક લોકડાઉનની મોસમ : અનેક મોટાં શહેરો - ગામો જોડાયાં"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel