ભુજની સુખપર ગ્રામ પંચાયતે આંશિક લોકડાઉન જાહેર કર્યું
-મંદિરો,શાકમાર્કેટ,ચા-નાસ્તાની હોટલ બંધ કરવા હુકમ: બહારના વેપારી - ફેરિયાને ગામમાં પ્રવેશ કરવાની મનાઈ
કચ્છમાં કોરોના વાઈરસે ફરી કહેર વર્તાવતા ભુજતાલુકાના પટેલ ચોવીસીના સુખપર ગામે સ્વૈચ્છીક રીતે આંશિક લોકડાઉન જાહેર કર્યું છે. મંદિર, શાકમાર્કેટ, ચા-નાસ્તાની હોટલો બંધ કરવાના હુકમ સાથે બહારના વેપારી કે ફેરીયાઓને ગામમાં આવવા પર મનાઈ કરી દેવાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ સુખપર ગ્રામ પંચાયત દ્વારા ગામલોકોની સુરક્ષા માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. વૃધૃધોમાં સંક્રમણ રોકવા ગામના મંદિરો અચોક્કસ મુદત સુાધી બંધ રાખવા, શાક માર્કેટ ભરવાની મનાઈ, સ્વૈચ્છીક રીતે રાત્રે ૮ થી સવારે ૬ કલાક સુાધી ગામ બંધ રાખવા, જરૃરી કામ સિવાય લોકોને આંટા ફેરા ન કરવા, બહારના વેપારી તાથા ફેરીવાળાને વેચાણ આૃર્થે ન આવવા, બહારના રાજ્ય આૃથવા વિદેશાથી આવેલા વ્યક્તિને પંચાયતમાં જાણ કરવી અને હોમ ક્વોરન્ટાઈન થવા હુકમ કરાયો છે. ઉપરાંત ચા-નાસ્તાની હોટલ, ઈન્ડોર-આઉટડોર રમતો બંધ રાખવી નહીતર દંડનીય કાર્યવાહી કરાશે, કેન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં અવર-જવર ન કરવી વગેરે નિર્ણયો જાહેર કરાયા છે. આ તમામ નિયમો તા.૩૦ એપ્રિલ સુાધી અમલી રહેશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32atstO
0 Response to "ભુજની સુખપર ગ્રામ પંચાયતે આંશિક લોકડાઉન જાહેર કર્યું"
Post a Comment