કચ્છની સિવિલમાં વેન્ટિલેટર,રેમડેસિવિર ઈન્જેકશન અને ઓક્સિજનની અસહ્ય અછત

કચ્છની સિવિલમાં વેન્ટિલેટર,રેમડેસિવિર ઈન્જેકશન અને ઓક્સિજનની અસહ્ય અછત

ભુજ, સોમવાર 

સરહદી કચ્છની એક માત્ર સિવિલ હોસ્પીટલમાં વેન્ટીલેટર, રેમડેસિવિર અને ઓક્સીજન સહિતના સાધનોની ભયંકર અછત સર્જાતા કોરોનાના દર્દીઓની હાલત કફોડી બની છે. ખાનગી દવાખાનાઓ પાસે ઈન્જેકશનનો પુરતો જથૃથો છે જ્યારે સરકારી દવાખાનામાં ઈન્જેકશનો ન હોવાથી આ મુદે કોંગ્રેસ દ્વારા આક્રોશ સાથે ગાંધીનગર રજુઆત કરીને સૃથાનિક વહીવટીતંત્રની ગાફેલિયત સામે સવાલો કર્યા છે. 

કચ્છના કલાસ-૧ અને ૨ અિધકારીઓ મીટીંગો કરવામાં જ વ્યસ્ત છે. હોસ્પિટલોમાં સબ સલામતની વિગતો કાગળ પર ભરીને ઉપરી કક્ષાએ મોકલાવી દેવાય છે. જ્યારે હકીકતમાં ૨૧ લાખની વસતી ધરાવતા કચ્છ જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં દવા, ડોકટર, સાધનોના અભાવે કોરોનાના દર્દીઓ મરણ તરફ ધકેલાઈ રહ્યા છે.  પ્રદેશ કોંગ્રેસમંત્રી રફીક મારાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,  ઈમરજન્સી વોર્ડ તેમજ કોરોના વોર્ડ તેમજ અન્ય વોર્ડમાં જરૃરતના વેન્ટીલેટર ની જગ્યાએ ફ્ક્ત ૪૦ ટકા વેન્ટીલેટર જ હાજર છે. ૨૫ વેન્ટીલેટર ૪ મહિના પહેલા અમદાવાદ મોકલાયેલા તે હજુપણ પરત આવેલા નાથી.  દર્દીઓના સગાવ્હાલાની ફરીયાદ પરાથી હોસ્પિટલમાં જતા જાણવા મળ્યું હતું કે, કોરોનાના દર્દીઓ તડપી રહ્યા હતા, કોરોના વોર્ડમાં ૨૫ લોકોને વેન્ટીલેટર પુરૃ પાડવામાં આવ્યું ન હતું. હાલ વોર્ડમાં ૨૮૦ કોરોના દર્દીઓ દાખલ છે જેમાં રોજ ૨૦૦ ઈન્જેક્શનની જરૃર પડે તેની જગ્યાએ ૧૦ દદીઓને જ ઈન્જેકશન આપવામાં આવે છે. ખાનગી  દવાખાનામાં ઈન્જેકશનનો પુરતો સ્ટોક છે તો સરકારી દવાખાનામાં કેમ અછત છે તે તપાસનો મુદો છે. તેવી જ રીતે ઓક્સિજનની અછત હોય તેમ ૫૦ ટકાના પ્રેશરાથી ઓક્સિજન પુરૃ પાડવામાં આવતા દર્દીઓની પુરતી માત્રામાં ઓક્સીજન પણ મળ્યું નહી. આ મુદે મેનેજમેન્ટને જાણ કરતા તેઓએ જણાવ્યું હતું કે, ઓક્સિજનની સપ્લાર્ય કરનાર વેન્ડર પાસે જથૃથો નાથી. તો શું મેનેજમેન્ટની બેદરકારીની કિંમત કચ્છના દર્દીઓને પોતાની જાનાથી ચુકવવાની રહેશે તે સવાલ તેમણે ઉઠાવ્યો છે.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, દર્દીઓને તપાસવા રેપીડ ટેસ્ટ કીટ પણ બે દિવસ પુર્વે ખલાસ થઈ ગઈ હતી. બીજીતરફ કોરોના વોર્ડમાં ૨૮૦ દર્દીઓ માટે ફક્ત એક જ સીનીયર ડોક્ટર તેમજ ચાર જ રેસીડેન્સ ડોક્ટર સારવાર આપે છે. ક્ચ્છની હોસ્પિટલના ૧૦ ડોકટરને અમદાવાદ મોકલી દેવામાં આવ્યા છે. આમ, ઘરના છોકરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો જેવી સિૃથતી હાલે કચ્છની બની ગઈ છે. પોતાની સરકાર હોવાથી ક્ચ્છના ભાજપના નેતા કચ્છના લોકોના હિતમાં બોલવાના બદલે પોતાના ઘરમાં ચુપચાપ ભરાઈ રહ્યા છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/326CCqX

0 Response to "કચ્છની સિવિલમાં વેન્ટિલેટર,રેમડેસિવિર ઈન્જેકશન અને ઓક્સિજનની અસહ્ય અછત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel