ચકચારી નિખીલ દોંગા કેસમાં જેતપુર શહેર ભાજપના મહામંત્રીની ધરપકડ

ચકચારી નિખીલ દોંગા કેસમાં જેતપુર શહેર ભાજપના મહામંત્રીની ધરપકડ

ભુજ,સોમવાર

ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાંથી ગુજસીટોકના ગુનાનો આરોપી નીખીલ દોંગા ફરાર થઈ ગયો હતો, આ કેસમાં તેની ધરપકડ બાદ આજે જેતપુર શહેર ભાજપના મહામંત્રીની ધરપકડ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ જે તે વખતે પોલીસે નીખીલ દોંગા, ભરત રામાણી, આકાશ આર્ય અને જનરલ હોસ્પિટલમાં મેડિકલ ડેટાના રેકર્ડ મેનેજર વિજય સાંગાણીની ધરપકડ બાદ તેમના રીમાન્ડ મેળવી તપાસ કરાઈ હતી અને એક વખત રીમાન્ડ બાદ આજે સાંજે ફરી રીમાન્ડ મેળવ્યા હતા. આ રીમાન્ડ દરમિયાન પુછપરછમાં જેતપુર શહેર ભાજપના મહામંત્રી વિપુલભાઈ દિનેશભાઈ સંચાણીયાની સંડોવણી ખુલતા રાત્રિના દોઢ વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી છે. ડીવાયએસપી જે.એન.પંચાલના જણાવ્યા પ્રમાણે વિપુલ સંચાણીયાને ચાર દિવસ અગાઉ પુછપરછ માટે બોલાવાયો હતો જે દરમિયાન તેની સંડોવણી ખુલતા ધરપકડ કરવામાં આવી છે. નીખીલને ભગાડી જવામાં તેની મહત્વની ભૂમિકા હોવાનું પણ સપાટી પર આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુાધી આ કેસમાં બે પીએસઆઈ, એક એઅસઆઈ, એક કોન્સ્ટેબલ સહિત ૧પ આરોપીઓને ઝડપી પડાયા છે. ભાજપના નેતાની સીધી સંડોવણી બહાર આવતા લોકોમાં પણ ચર્ચા ચકડોળે ચડી જવા પામી છે. આવનારા દિવસોમાં આ કેસમાં નવા વધુ ધડાકાઓ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3g9f1ya

0 Response to "ચકચારી નિખીલ દોંગા કેસમાં જેતપુર શહેર ભાજપના મહામંત્રીની ધરપકડ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel