ગુજરાતની હદમાં ઘર્ષણ વિના ખેડૂતો દ્વારા ટિકૈતનું સ્વાગત કરાયું

ગુજરાતની હદમાં ઘર્ષણ વિના ખેડૂતો દ્વારા ટિકૈતનું સ્વાગત કરાયું

અંબાજી,તા.04

યાત્રાધામ અંબાજી પારોની બન્ને રાજ્યો ગુજરાત અને રાજસ્થાનને જોડતી સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર રાષ્ટ્રીય કિસાન મોરચાના અધ્યક્ષ રાકેશ ટિકૈતનું અજંપાભરી દહેશત વચ્ચે ઘર્ષણ વિના ગુજરાતના ખેડૂતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય કિસાન મોરચાના અધ્યક્ષ ગુજરાત આવવાના હોઈ સરકાર અને પોલીસ તંત્રની ઉંઘ હરામ થઈ જવા પામી હતી. રાકેશ ટિકૈતને કેમ કરીને રોકવા? સરહદે પરિસ્થિતિનું શું નિર્માણ થશે? તરહ-તરહના અંદેશાઓ પોલીસતંત્રને સતાવી રહ્યા હતા. અંબાજીની સ્થાનીક પ્રજા અને માંના દર્શનાર્થે વતા લાખો યાત્રિકોને પણ આ પ્રશ્ન મુંઝાવી રહ્યો હતો તેથી વહેલી સવારથી પોલીસનો મોટો ખડકલો ખડકી દેવામાં આવ્યો હતો. ચારેબાજુ તનાવવાળી પરિસ્થિતિ પરંતુ ઉપસ્થિત ખેડૂતો અને તેના આગેવાનોની કોઠાસુઝ અને શિસ્ત પાળવાની અપીલ કાયદાનું પાલન  કરવાની શીખના કારણે નિર્ધારિત સમય કરતાં બે કલાક મોડા આવેલા કિસાન નેતા રાકેશ ટિકૈતનું ગુજરાતની હદમાં ખેડૂતો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. ક્યાંય ઘર્ષણ કે પોલીસ સાથે તું-તું મૈ-મૈ થયેલું જોવા મળ્યું ન હતું.

સ્વાગત બાદ તેો અંબાજી સર્કીટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં ઉપસ્થિત હજારો કિસાનોએ જય જવાન જય કિસાનના નારાઓ સાથે ફુલહાર કરી સ્વાગત કર્યું હતું. ટુંકા રોકાણ બાદ તેઓ જગત જનની મા અંબાના દર્શનાર્થે ગયા હતા. જ્યાં તેઓએ માતાજીની પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર શક્તિદ્વારથી તેઓ પોતાના રથમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની સાથે મુખ્યમાર્ગ ઉપર નીકળી ખેડૂતોનું અભિવાદન કર્યું હતું અને ડી.કે.સર્કલ પર સૌ પ્રથમ શંકરસિંહ વાઘેલાએ પ્રવચન આપતાં વર્તમાન સરકારની ખેડૂત વિરોધી નીતિ અને ત્રણ કાળા કાયદાઓ પરત લેવાની માંગ કરી હતી. તેઓ બટાટા વિશે વડાપ્રધાન જે-તે સમયે બટાટા ઉગાડતાં ખેડૂતો માટે જ ચીપ્સ બનાવાશે અને ખેડૂત સુખી થશે તે અંગે ટીખળ કરી હતી. ત્યારબાદ કિસાન નેતાએ જણાવ્યું હતું કે માઁ અંબાની કૃપાથી આજથી ગુજરાતમાં કિસાન આંદોલનનો પ્રારંભ થઈ ગયો છે. ગાંધી-સરદારની ભૂમિ પર આવ્યો છું. આ બન્ને મહાપુરુષોને નમન કરૂ છું. સંપૂર્ણ શિસ્ત અને સંયમ સાથે ગુજરાતમાં આંદોલન ચાલશે. કોઈએ ખેડૂતોએ ડરવાની જરૂર નથી. ત્રણ કાળા કાયદા પરત ખેંચોની માંગ જારી રહેશે તેવું વધુમાં તેઓએ જણાવ્યું હતું. ત્યારબાદ તેો પાલનપુર જવા રવાના થયા હતા.

મુસાફરો રઝળી પડયાઃ સરકાર સામે આક્રોશ

આરટીપીસીઆરનો ટેસ્ટ તથા ટિકૈત આવવાના હોઈ એસ.ટી.બસોના મુસાફરોને બસમાંથી ફરજીયાત નીચે ઉતારવામાં આવ્યા હતા. જેથી નાના-નાના બાળકો, વૃધ્ધો અને મહિલાઓને અંબાજી આવવા ૭ કિમી જેટલું ફરજીયાત ચાલવું પડયું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cOueTi

0 Response to "ગુજરાતની હદમાં ઘર્ષણ વિના ખેડૂતો દ્વારા ટિકૈતનું સ્વાગત કરાયું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel