કેન્દ્ર સરકાર ખેડુતો પર દમનકારી નીતિ અપનાવે છે: ટિકૈત
અમીરગઢ તા.04
જય કિશાન જય જવાનના નારાઓ સાથે કિશાન નેતા રાકેશ તિકૈત્તની આગેવાનીમાં છાપરી બોર્ડરથી કિશાન યાત્રા આરંભ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.
ખેડૂત નેતા રાકેશ ટીકૈતે સિરોહી જિલ્લામાં રાજસ્થાન ગુજરાત સરહદ ધરાવતી છાપરી બોર્ડરથી કિસાન સંઘર્ષ યાત્રા નીકળી હતી. કિસાન સભાને સંબોધન કરતાં કિશાન નેતા રાકેશ ટિકૈત્તએ કેન્દ્રની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ખેડૂત નેતા ટિકૈટે આબુરોડના સુરાપગલામાં કિસાન સભામાં કહ્યું હતું કે, ભાજપ સરકાર જન આંદોલનનાં ભ્રૂણહત્યાને કરી રહી છે. તેમણે કહ્યું કે મને ખબર પડી છે કે તેમને ગુજરાતની સરહદ પર રોકી દેવામાં આવશે, શું ગુજરાત દેશનો ભાગ નથી. મારી પાસે પાસપોર્ટ પણ છે ખેડુતો અને મજૂરો સાથે યાત્રા ટ્રેક્ટર પર સીમા પર પહોંચી હતી.
જ્યાં પોલીસે બેરીકેટ લગાવીને કિષણ્યાત્રાને અટકાવ્યા હતા. અથી કિશાન અને પોલીસ વચે ચકમક ઝરી હતી અને ગુજરાતના ખેડૂતોને કિશાન કાર્યકરોનું સ્વાગત કરતાં સૂત્રોચ્ચાર કર્યા. સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઇએ પોલીસ અધિકારીઓને સમજાવી કાર્યકરોને પ્રવેશની મંજૂરી આપવા જણાવ્યું હતું. એકવાર કાર્યકરો ગુસ્સે થયા અને બેરીકેડ્સ હટાવવાનું શરૂ કર્યું. બાદમાં પોલીસે શાંતિપૂર્ણ રીતે કિશાન યાત્રા જવા દેવાની ખાતરીના આધારે કોઈ કોવિડ રિપોર્ટ વિના પ્રવેશની મંજૂરી આપી હતી. અને કિશાન યાત્રા અંબાજીમા પ્રવેશી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ukP16J
0 Response to "કેન્દ્ર સરકાર ખેડુતો પર દમનકારી નીતિ અપનાવે છે: ટિકૈત"
Post a Comment