દહેગામના નાંદોલ ગામના કિન્નરની હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી હોવાનું ખુલ્યું
મહેસાણા,તા.04
કડી તાલુકાના રંગપુરડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એકાદ પખવાડીયા અગાઉ ૨૪ વર્ષીય યુવકની લાશ મળી આવી હતી. જેની પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ આરંભી હતી. દરમિયાન મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં તેમાં શરીર ઉપર બોથર્ડ પદાર્થ વડે ઈજાો પહોંચાડવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થતાં આખરે પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રંગપુરડા ગામની સીમમાં આવેલ પાવરહાઉસ પાસેની નર્મદા કેનાલમાંથી પંદરેક દિવસ પહેલાં એક અજાણ્યા યુવકની લાશ મળી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતાં મરનાર યુવક દહેગામ તાલુકાના નાંદોલ ગામનો ઠાકોર ભાવેશ ઉર્ફે મંગો ઉર્ફે ભાવિકા માસી (કિન્નર) હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં તેમાં મૃતકના માથા અને જડબા સહિત શરીરના અન્ય ભાગો ઉપર બોથર્ડ પદાર્થ વડે ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના આધારે ભાવેશના કાકા લાલાજી અંબાલાલ ઠાકોરે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે ૧૫ માર્ચથી ૧૮ માર્ચના સમયગાળામાં અજાણ્યા શખસોે ભાવેશને ક્યાંક લઈ જઈને તિક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજાઓ કરીને તેની હત્યા કરી નાખી છે. જ્યારે પોતાના કૃત્યને અકસ્માતમાં ખપાવવાના ઈરાદે તેની લાશને નર્મદા કેનાલના વહેતા પાણીમાં ફેંકી દેવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેથી પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31LbFsL
0 Response to "દહેગામના નાંદોલ ગામના કિન્નરની હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી હોવાનું ખુલ્યું"
Post a Comment