મહુવા મા. યાર્ડમાં એક જ દિવસમાં લાલ કાંદાની ત્રણ લાખ કરતા વધુ થેલીની વિક્રમજનક આવક

મહુવા મા. યાર્ડમાં એક જ દિવસમાં લાલ કાંદાની ત્રણ લાખ કરતા વધુ થેલીની વિક્રમજનક આવક


ભાવનગર, તા. 4 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર

મહુવા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા સપ્તાહથી લાલ અને સફેદ કાંદાની દિન પ્રતિદિન આવક વધી રહી છે. ત્યારે ગુરૂવારે લાલ કાંદાની ૩ લાખ કરતા વધુ થેલીની વિક્રમજનક આવક નોંધાવા પામેલ છે. જયારે સફેદ કાંદાની સાત લાખથી વધુ આવક થઈ છે. 

ભાવનગર તેમજ મહુવા માર્કેટીંગ યાર્ડમાં કસ્તુરીના રોજે રોજ ઢગલા ખડકાઈ રહ્યા છે એટલુ જ નહિ જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં ચોતરફથી ડુંગળીની થઈ રહેલી અઢળક આવક વચ્ચે ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. આ ડુંગળીની ફકત ગુજરાત રાજય જ નહિ બલકે અન્ય રાજયોના વેપારીઓ દ્વારા પણ ડુંગળીની ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી કરવામાં આવી રહી હોય હરરાજીમાં પ્રમાણમાં સારા ભાવ મળી રહેતા હોવાથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી ભાવનગર અને મહુવા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી ચોમેરથી થઈ રહેલી ડુંગળીની અઢળક આવક વચ્ચે ડુંગળીના ભાવમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા સપ્તાહથી ભાવનગર અને મહુવા માર્કેટીંગ યાર્ડની બંને સાઈડ ડુંગળી ભરેલા માલવાહક વાહનોની એકથી બે કિ.મી. જેટલી લાંબી લાઈનો જોવા મળી રહી છે. અને પ્રતિદિન મહુવા અને ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં લાલ અને સફેદ કાંદાની એકથી બે લાખ કરતા વધુ થેલીઓની આવક નોંધાઈ રહી હતી.

ચાલુ વર્ષે મહારાષ્ટ્ર સહિતના અનેક રાજયોમાં સર્જાયેલી અતિવૃષ્ટિના કારણે ડુંગળીના નિષ્ફળ ગયેલા પાકની વચ્ચે પણ હાલ કસ્તુરીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજય અને રાજય બહારના વેપારીઓની ખરીદી અંગેની પુછતાછ વધતાની સાથે જ કસ્તૂરીના ભાવમાં અંદાજે રૂા ૧૦૦ થી ૧૫૦ આસપાસનો સુધારો પણ જણાઈ રહ્યો છે. દરમિયાન મહુવા માર્કેટીંગ યાર્ડમાં ગુરૂવારે ડુંગળીના લાલ થેલાની ૩,૧૯,૬૯૯ થેલીઓ તેમજ સફેદ કાંદાની ૭,૯૨૭૭ થેલી મળી લાલ અને સફેદ કાંદાની કુલ મળીને ૩,૯૮,૯૭૬ થેલીઓની એક જ દિવસમાં વિક્રમજનક આવક નોંધાઈ હતી.દરમિયાન મહુવા માર્કેટીંગ યાર્ડ દ્વારા જણાવાયુ છે કે, તા.૭.૨ ને રવિવારના રોજ પણ સવારે ૧૦ થી ૧.૩૦ સુધી લાલ કાંદાની હરરાજી ચાલુ રહેશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3un1E1j

0 Response to "મહુવા મા. યાર્ડમાં એક જ દિવસમાં લાલ કાંદાની ત્રણ લાખ કરતા વધુ થેલીની વિક્રમજનક આવક"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel