લખતરમાં ખેડૂતો પાર્ક કરેલા ટ્રેકટર અને ટ્રોલીની ઊઠાંતરી થતા ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ તેમજ દુકાનોમાં ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર ટ્રેકટર સાથે જોડાયેલ ટ્રેલર સહિતના મુદ્દામાલની ચોરીનો બનાવ બનતાં ચકચાર મચી જવા પામી હતી અને આ અંગે ભોગ બનનાર ખેડુતે લખતર પોલીસ મથકે લેખીત જાણ કરી હતી.
લખતર શહેરના ચાવડા શેરી વિસ્તારમાં રહેતાં ખેડુત પ્રેમજીભાઈ ચતુરભાઈ પટેલના ભાઈ ભાનુભાઈ એપીએમસી ખાતે એરંડા ખાલી કરીને પરત આવ્યાં હતાં અને ટ્રેકટર તેમજ ટ્રોલી શીયાણી દરવાજા સામે આવેલ એક ઓટો પાર્ટસની બાજુમાં પાર્ક કરી હતી જે દરમ્યાન બીજે દિવસે સવારે ખેતરે જવાનું હોય તપાસ કરતાં પાર્ક કરેલ ટ્રેકટર અને ટ્રોલી મળી આવી નહોતી અને આસપાસ શોધખોળ હાથધરી હતી. પરંતુ કોઈ જ ભાળ મળી નહોતી આથી અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેકટર સાથે ટ્રેલરની ચોરી અંગે ભોગ બનનાર ખેડુતે લખતર પોલીસ મથકે લેખીત રજુઆત કરી હતી અને તાત્કાલીક આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જીલ્લામાં ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે સ્થાનીક પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પાડી વધુ પેટ્રોલીંગ હાથધરી પોલીસ પોઈન્ટ ઉભા કરવાની માંગ ઉઠવા પામી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dw8s5X
0 Response to "લખતરમાં ખેડૂતો પાર્ક કરેલા ટ્રેકટર અને ટ્રોલીની ઊઠાંતરી થતા ફરિયાદ"
Post a Comment