સામાજિક સંસ્થા દ્વારા અગરિયા પરિવારોને અનાજ અને કરિયાણાની કિટ અપાઈ
પાટડી : પાટડી તાલુકાના ઝીંઝુવાડા રણમાં તનતોડ મહેનત કરી મીઠું પકવી પરિવારનું ગુજરાન ચલાવતા અગરીયા પરિવારોને લાયન્સ ક્લબ વાસણા દ્વારા જીવન જરૂરીયાતની અનાજ કરીયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના ખારાઘોડા તેમજ ઝીંઝુવાડા રણમાં ઘણા વર્ષોથી અગરીયા પરિવારો વસવાટ કરે છે અને તનતોડ મહેનત કરી મીઠું પકવી પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ હાલની કોરોનાની મહામારી દરમ્યાન અગરીયા પરિવારોને ભારે હાલાકી પડી રહી છે અને પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી ભોગવી રહ્યાં છે ત્યારે લાયન્સ ક્લબ વાસણા દ્વારા ઝીંઝુવાડા રણમાં ઝુંપડે-ઝુપડે ફરી અંદાજે ૬૦ થી વધુ અગરીયા પરિવારોને મીઠાઈ, કપડા સહિત જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના આચાર્ય વાસુદેવસિંહ વાઘેલા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સોલંકી, દાદુભાઈ રબારી, ભુપેન્દ્રભાઈ પંચાલ, શૈલેષભાઈ પંચાલ, કૌશીકભાઈ પંચાલ, બી.જી.શાહ, કલ્પેશભાઈ શાહ, રાજેન શાહ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uqYTw3
0 Response to "સામાજિક સંસ્થા દ્વારા અગરિયા પરિવારોને અનાજ અને કરિયાણાની કિટ અપાઈ"
Post a Comment