વિરમગામ તાલુકામાં બોગસ તબીબોનો રાફડો છતાં તંત્રના આંખ આડા કાન

વિરમગામ તાલુકામાં બોગસ તબીબોનો રાફડો છતાં તંત્રના આંખ આડા કાન


વિરમગામ : વિરમગામ શહેર અને તાલુકામાં ડિગ્રી વગરના તબીબોનો રાફડો ફાટયો છે. આવા બોગસ તબીબો દ્વારા જનઆરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે છતાં વિરમગામ શહેરના જવાબદાર સરકારી અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાય છે. આવા બોગસ તબીબો સામે કોઈની જિંદગી જોખમાય તે પહેલાં કડક પગલા ભરે તેવું શહેરીજનો અને તાલુકાના ગ્રામજનો જણાવી રહ્યા છે.

વિરમગામ શહેર અને તાલુકાના અનેક ગામડાઓમાં ડીગ્રી વગરના ડોક્ટરો કોઈપણ જાતની મંજૂરી કે લાયસન્સ વગર દવાખાનાના રૂપકડા નામે પોતાની હાટડીઓ ખોલીને બેસી ગયા છે. ગામડાઓમાં આરોગ્યલક્ષી સુવિધા નહિવત હોવાથી સામાન્ય બીમારી માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જવું પડે છે કાં તો શહેરમાં કમ્પાઉન્ડર રહી ચૂકેલા બોગસ ડોક્ટર પાસે જવું પડે છે. આવા ડોક્ટરો અને અને આયુર્વેદિક ડીગ્રી ધરાવતા દર્દીની પૂરી જાણકારી વગર આડેધડ દવા ઇન્જેક્શન અને બાટલા પણ ચડાવી દે છે. બોગસ તબીબો એક ગામથી બીજે ગામ જવા બાઇક, ગાડી લઈને જતા હોય છે અને વાહન ઉપર ડોક્ટરનો સિમ્બોલ લગાવે છે. વિરમગામ શહેર અને તાલુકામાં બોગસ ડોક્ટરોની બોલબાલા છે સરકારી જવાબદાર તંત્રના અધિકારીઓ પોતાની નિષ્ઠાપૂર્વકની ફરજ સોંપવામાં આવેલ છે તે ફરજ અદા કરે તો બોગસ તબીબોની ચુંગાલમાંથી શહેરીજનો અને ગ્રામજનોને છૂટકારો મળે તેમ છે. વિરમગામ પંથકમાં બોગસ ડોક્ટર પકડાયાની ઘટના સામે આવી નથી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PT7LeE

0 Response to "વિરમગામ તાલુકામાં બોગસ તબીબોનો રાફડો છતાં તંત્રના આંખ આડા કાન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel