આંગણવાડી કેન્દ્રમાં ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે રજૂઆત

આંગણવાડી કેન્દ્રમાં ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે રજૂઆત


બગોદરા : ધોળકા તાલુકા ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રમાં જે તે વખતે આંગણવાડી કાર્યકરની ભરતી દરમ્યાન ખોટા આધાર પુરાવા રજુ કરી નોકરી મેળવી તેમજ બાળ વિકાસ અધિકારી તેમજ જીલ્લા પ્રોગ્રામ અધિકારી આ તમામ બાબતોથી વાકેફ હોવા છતાં કોઈ જ પગલા ભરવામાં ન આવતાં ધોળકાના સ્થાનીક રહિશ ભરતભાઈ રામજીભાઈ મકવાણાએ ગાંધીનગર મહિલા અને બાળ વિકાસની કચેરી ખાતે લેખીત રજુઆત કરી હતી.

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ ધોળકાના સોનારકુઈ વિસ્તારમાં રહેતાં અરજદાર ભરતભાઈ મકવાણાને થોડા દિવસો પહેલા સોનારકુઈ-૧ આંગણવાડી કાર્યકરના આધાર પુરાવા ચકાસવા હાજર રહેવા બોલાવ્યા હતાં તેથી તેઓ બાળ વિકાસ અધિકારીની કચેરી ઘટક-૧ ધોળકા ખાતે રૂબરૂ હાજર રહ્યાં હતાં જે ચકાસણી દરમ્યાન વર્ષ ૨૦૨૦ની વોર્ડ નં.૪ બ્રાહ્મણવાસ આંગણવાડની મેરીટ યાદી આપવામાં આવી હતી અને આંગણવાડી સોનારકુઈ-૧ કાર્યકરની ભરતીમાં પસંદગી થયેલ ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસણી કરી રહ્યાં હતાં ત્યારે ખોટા દસ્તાવેજ કરી સ્થાનીક રહેવાસીનો દાખલો ધોળકા નગરપાલિકામાંથી કઢાવી જે ચીફ ઓફીસરના પત્રનો જાવક નંબર રૂબરૂ/૨૦૨૧ દર્શાવેલ હતો જે દાખલામાં રેશનકાર્ડ નંબર અને ચુંટણીમાં ખાલી જગ્યા રાખેલ છે તથા ઉલ્લેખ કરેલ છે ૨/૫ વર્ષથી ઓળખે છે તેવા ખોટા દસ્તાવેજ આંગણવાડી કેન્દ્ર સોનારકુઈ-૧ કાર્યકરે રજુ કરેલ છે. આમ અનેક બહેનોને બોગસ સર્ટી તેમજ આંગણવાડીમાં લાખો રૂપિયા આપીને નોકરી પર લગાવવામાં આવ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો અને વર્ષ ૨૦૦૧ થી વર્ષ ૨૦૨૦ સુધીનો ભરતી રેકોર્ડ માંગ્યો હતો જે પણ આપવામાં આવ્યો નથી આમ ધોળકા ખાતે આવેલ બાળ વિકાસ યોજના અધિકારીની કચેરીમાં લાખો રૂપિયા લઈને આંગણવાડીની ભરતીના મોટાપાયે સોદા કરી કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો જે અંગે મૌખીક તેમજ લેખીત ધોળકા ખાતે આવેલ ઘટક-૧ના બાળ વિકાસ યોજના અધિકારી તથા અમદાવાદ જીલ્લા પ્રોગ્રામ ઓફીસરને રજુઆતો કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ મામલે મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર ખાતે લેખીત રજુઆત કરી હતી અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Oi7hOP

0 Response to "આંગણવાડી કેન્દ્રમાં ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે રજૂઆત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel