પાટડી તાલુકાના ખારાઘોડાના યુવકનું અપહરણ કરી માર માર્યાની ફરિયાદ
પાટડી : સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભુમાફીયાઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રેતી, માટી સહિતની ખનીજ સંપત્તીનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે ત્યારે પાટડી તાલુકામાં પણ મોટાપાયે રેતી અને માટી ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેમાં તાજેતરમાં ખારાધોડા (નવાગામ)ના શખ્સનું અપહરણ કરી રણના રસ્તે લઈ જઈ માર માર્યા અંગેની પાંચથી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખારાઘોડા (નવાગામ) હીરેનભાઈ શૈલેશભાઈ ત્રીવેદીએ પાટડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તા.૩૦-૦૩-૨૦૨૧ના રોજ હું અને મારો મીત્ર મુન્નાભાઈ ભીખાભાઈ પારેજીયા ખારાઘોડા હાઈસ્કૂલ પાસે બેઠા હતા તેવા સમયે ખારાઘોડા (સ્ટેશન) ખાતે રહેતા મોહસીન કરીમભાઈ મોવર તથા ટીપુ હાસમભાઈ કાર લઈને આવ્યા હતા અને ફરિયાદી હીરેનભાઈને વાત કરવાનું જણાવી કારમાં લઈ જઈ હિન્દુસ્તાન સોલ્ટના બ્રોમીન પ્લાન્ટ સામે આવેલ ખુલ્લી જગ્યામાં કાર ઉભી રાખી ટપુ હાસમભાઈ કારમાંથી ઉતરી માર માર્યો હતો આ ઉપરાંત અન્ય શખ્સો ઈમરાન કરીમભાઈ મોવર અને નધો તથા મેબો અને અન્ય બે અજાણ્યા શખ્સોએ પણ એકસંપ થઈ ધોલ ઘપાટ કરી મુંઢ માર મારી નાસી છુટયાં હતાં અને ત્યારબાદ મીત્ર દ્વારા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પટલે ખસેડવામાં આવ્યો હતો જેમાં ફરયાદમાં જણાવ્યા મુજબ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં મારમાર શખ્સો સાથે ચુંટણી પ્રચારમાં ન ગયો હોવાનું મનદુઃખ રાખી એકસંપ થઈ માર માર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો જે અંગે પાટડી પોલીસ મથકે (૧) મોહસીન કરીમભાઈ મોવર (૨) ટીપુ હાસમભાઈ સામતાણી (૩) ઈમરાન કરીમભાઈ મોવર (૪) મધા નામનો શખ્સ (૫) મેબા નામનો શખ્સ તથા બે અજાણ્યા શખ્સો સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rIiSEA
0 Response to "પાટડી તાલુકાના ખારાઘોડાના યુવકનું અપહરણ કરી માર માર્યાની ફરિયાદ"
Post a Comment