વિરમગામ પાલિકામાં સૌપ્રથમવાર રૂા. 4 કરોડ વેરાની આવક થઈ

વિરમગામ પાલિકામાં સૌપ્રથમવાર રૂા. 4 કરોડ વેરાની આવક થઈ


વિરમગામ : વિરમગામ નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ૧થી ૯ વોર્ડની અંદર પ્રાથમિક સુવિધા જેવી કે નળ, ગટર, રસ્તા, સ્ટ્રીટલાઇટ સહિતની સુવિધા પૂરી પાડવામાં આવે છે ત્યારે શહેરના નગરજનોને પાયાની સુવિધા આપતી નગરપાલીકા દ્વારા મિલકત વેરાની વસૂલાત કરવામાં આવે છે.

વિરમગામ નગરપાલીકાના ચીફ ઓફિસર જયેશ પટેલ દ્વારા નગરપાલીકાના બાકી લેણા રીઢા બાકીદારો સામે લેણા વેરા વસુલાત માટે ટીમો બનાવી વેરા વસુલાત ઝૂંબેશ શરૂ કરવામાં આવેલ જેમાં રૂા. ૧૦,૦૦૦થી વધુ બાકી લહેણું વસુલ કરવા ખાસ અંતિમ નોટિસોની બજવણી કરવામાં આવી હતી જેના ફળસ્વરૂપે વિરમગામ નગર પાલીકાના મિલકતધારકો પાસેથી મિલકત વેરા પેટે માર્ચ ૩૧ સુધી રૂા. ૪ કરોડની ઉપરાંત વસુલાત કરવામાં આવી હતી. વિરમગામ નગરપાલીકાના ઈતિહાસમાં આટલી મોટી રકમની વસુલાત પ્રથમ વખત થવા પામેલ છે. વિરમગામ નગરપાલિકા દ્વારા આગામી ૧૫ દિવસમાં રીડા બાકીદારો હજી મિલકત વેરો ભરપાઇ નથી કરતા તેઓની સામે વોરંટની બજવણી કરી મિલકત સીલ કરવાની તેમજ નળજોડાણ કાપી નાખવાની ઝૂંબેશ, હાથ ધરનાર છે. કરોડો રૂપિયાની મિલકતવેરાની વસુલાતમાં ચીફ ઓફિસર જયેશ પટેલ એન્જીનીયર શાલીન શાહ ટેક્ષ સુપ્રીટેન્ડન્ટ સંજય શાહ, ટેક્ષ ઈન્સ્પેકટર નટુભાઇ ડોડીયા, ટેક્ષ ક્લાર્ક સહિતનાઓએ કામગીરી કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cNRuAY

0 Response to "વિરમગામ પાલિકામાં સૌપ્રથમવાર રૂા. 4 કરોડ વેરાની આવક થઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel