ધંધુકા-ધોલેરા પંથકમાં ગરમીનો પારો ઉંચકાતાં અસહ્ય ગરમીની અનુભૂતિ

ધંધુકા
ભાલની સુકી ધરા ઉનાળાની શરૂઆતથી જ ધખધખવા લાગે છે, પરંતુ ચાલુ વર્ષે પાછલા ત્રણ ચાર દિવસથી ગરમીનો પારો બપોરના ૧૨ વાગતા જ ૪૩ ડિગ્રીને આંબી જાય છે અને પંથકવાસીઓ અસહય ગરમીનો અનુભવ કરી રહ્યાં છે.
ધંધુકા અને ધોલેરા પંથકમાં ગરમી વધતા જ ઠંડા પીણા, આઈસ્ક્રીમ, તરબુચ, શેરડી રસના વેચાણમાં માતબર વધારો જોવા મળી રહ્યો છે. ધંધુકા અને ધોલેરા પંથકમાં ઉનાળાની ગરમી અસહય વધતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ભાલ પંથકમાં સામાન્ય રીતે ગરમી વધારે પડે છે. સવારનાં સમયમાં ઠંડા પવનથી શીતળતાનો અહેસાસ કર્યા બાદ ગરમીનો પારો બપોરનાં ૧૨ વાગતા જ ૪૩ ડિગ્રીને આંબી જાય છે. જેના કારણે સ્થાનિકો વગર મહેનતે પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ગરમીનું પ્રમાણ વધતા આ બંને પંથકના લોકો કામ સિવાય બીનજરૂરી રીતે ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. એટલુ જ નહી આ બંને પંથકની મોટા ભાગની બજારોમાં દરરોજ બપોરના અરસામાં જાણે કે, સન્નાટો છવાઈ ગયો હોય તેમ સુમશામ જણાઈ રહ્યુ છે. ગરમીનું પ્રમાણ વધવાની સાથે ધંધુકા અને ધોલેરા પંથકમાં ગરમી વધતા જ ઠંડા પીણા, આઈસ્ક્રીમ, તરબુચ, શેરડી રસના વેચાણમાં માતબર વધારો જોવા મળી રહ્યો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PI2maT



0 Response to "ધંધુકા-ધોલેરા પંથકમાં ગરમીનો પારો ઉંચકાતાં અસહ્ય ગરમીની અનુભૂતિ"
Post a Comment