પાલિતાણાના જુના સરોડ ગામના આધેડનો કોરોનાએ ભોગ લીધો

- કોરોનાના ૪૪ દર્દી સ્વસ્થ થતા રજા અપાઈ, ૬૬૭ દર્દી સારવાર હેઠળ
- શહેરમાં કોરોનાના ૬૧ અને જિલ્લામાં ર૩ મળી કુલ ૮૪ કેસ નોંધાતા ગભરાટ : કુલ આંક ૭,પ૧૭
કોરોના વાયરસના કેસ ભાવનગર શહેર-જિલ્લામાં ઝડપથી વધી રહ્યા છે તેથી લોકોની ચિંતા વધી છે. આજે ગુરૂવારે ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના વધુ ૮૪ કેસ નોંધાયા હતાં. કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે. આજે કોરોનાએ પાલિતાણા તાલુકાના જુના સરોડ ગામના આધેડનો ભોગ લીધો હોવાનુ જાણવા મળેલ છે.
ભાવનગર શહેર-જિલ્લામાં આજે ગુરૂવારે કોરોનાના વધુ ૮૪ કેસ નોંધાયા હતાં. શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના ૬૧ કેસ નોંધાયા હતા, જેમાં ૩૯ પુરૂષ અને રર સ્ત્રીનો સમાવેશ થાય છે, જ્યારે જિલ્લામાં કોરોનાના ર૩ કેસ નોંધાયા હતા, જેમાં સિહોર તાલુકાના ગઢુલા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨, પાલીતાણા તાલુકાના આદપર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના નવા રતનપર ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, ઉમરાળા તાલુકાના લંગાળા ગામ ખાતે ૨, તળાજા તાલુકાના હબુકવડ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના પરવાળા ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના વાળુકડ(પા) ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, તળાજા તાલુકાના સરતાનપર ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના નથુગઢ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના રાણીવાડા ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના પાંચવડા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ફુલસર ગામ ખાતે ૧ તેમજ ભાવનગર તાલુકાના કરદેજ ગામ ખાતે ૧ દર્દીનો સમાવેશ થાય છે. જિલ્લાના પાલિતાણાના જુના સરોડ ગામના ૪૮ વર્ષના આધેડનુ કોરોનાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. કોરોનાએ આધેડનો ભોગ લેતા કુલ મૃત્યુઆંક ૭પએ પહોંચી ગયો છે.
જિલ્લામાં ૪૪ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી, જેમાં મહાપાલિકાના ર૮ અને તાલુકામાં ૧૬ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. કોરોનાના કેસ આવ્યા છે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ૭,પ૧૭ કેસ નોંધાયા છે, હાલ હોસ્પિટલમાં ૬૬૭ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૭પ દર્દીના મોત નિપજયા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના રોજ ૮૦થી વધુ કેસ નોંધાય રહ્યા છે ત્યારે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ ઘટે તે માટે સરકારી તંત્રએ પગલા લેવા જરૂરી છે.
બોટાદમાં કોરોનાના વધુ ૩ કેસ નોંધાયા
બોટાદ શહેર અને જિલ્લામાં આજે ગુરૂવારે કોરોનાના વધુ ૩ કેસ નોંધાતા ફફડાટ મચી જવા પામ્યો હતો, જેમાં બોટાદ શહેરના હિફલીના પ૮ વર્ષના મહિલા, ગઢડાના ઢસાના ૭પ વર્ષના વૃધ્ધા અને રાણપુરના ખસ ગામના પ૬ વર્ષના વૃધ્ધ વગેરે દર્દીનો સમાવેશ થાય છે. આજે કોરોનાના બે દર્દી સારવાર દરમિયાન સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી હતી. બોટાદમાં ૪૮ દર્દી હાલ સારવાર હેઠળ છે અને અત્યાર સુધીમાં ૯૪૭ દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. આજે ૭૯પ સેમ્પલ લેવામાં આવ્યા હતાં.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uCeYih



0 Response to "પાલિતાણાના જુના સરોડ ગામના આધેડનો કોરોનાએ ભોગ લીધો"
Post a Comment