ધોળકાના વોર્ડ નં. 9માં ગટરનાં દૂષિત પાણી ફરી વળતાં રહીશોમાં વ્યાપક રોષ

ધોળકાના વોર્ડ નં. 9માં ગટરનાં દૂષિત પાણી ફરી વળતાં રહીશોમાં વ્યાપક રોષ


બગોદરા : અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જવાબદાર તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ધોળકા નગરપાલિકાના વોર્ડ નં.૯માં આવેલ રહેણાંક વિસ્તારમાં તંત્રની બેદરકારીના કારણે ગંદા પાણી ફરી વળતાં સ્થાનિક રહિશોમાં રોષ જોવા મળ્યો હતો અને ભયંકર રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા નગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં રહેતાં રહિશોને રોડ, રસ્તા, પાણી, ગટર, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. પરંતુ પાલિકાના વોર્ડ નં.૯માં આવેલ બુટ ભવાની પરા વિસ્તારમાં રહેતાં અનેક પરિવારોને પાલિકા તંત્ર સહિત ખાનગી કંપનીઓનું ગંદુ પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળતાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ ઉપરાંત અનેક મકાનકોમાં પાણી ફરી વળતાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પણ પડી રહી છે અને મકાનો ધરાશયી થવાનો ભય સેવાઈ રહ્યો છે જ્યારે બીજી બાજુ ગટરોના ગંદા પાણી અને મચ્છરોના ઉપદ્રવથી ઠેરઠેર બીમારીઓ વધવાની દહેશત પણ સેવાઈ રહી છે. જ્યારે ગટરોના પાણી રસ્તામાં ફરી વળતાં બાળકો, વૃધ્ધો, મહિલાઓને પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે આ અંગે સ્થાનિક રહિશો સહિત આગેવાનોએ પાલિકા તંત્ર સહિત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને રજુઆતો કરી હોવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી અને માત્ર સેમ્પલ લઈ સંતોષ માનવમાં આવી રહ્યો છે જોકે એક વર્ષથી સેમ્પલ લીધા બાદ પણ તેનો રીપોર્ટ ન આવ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. જ્યારે સ્થાનીક રહિશો દ્વારા માત્ર ચુંટણી ટાંણે જ રાજકારણીઓ અને આગેવાનો દેખાતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને આગામી દિવસોમાં યોગ્ય પગલા લેવામાં નહિં આવ તો ઉગ્ર આંદોલનની ચીમકી સાથે ધોળકા પ્રાંત અધિકારીને સ્થાનીક રહિશ રોહિતભાઈ વાઘેલા સહિતનાઓએ ઉગ્ર રજુઆતો કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sLdP7O

0 Response to "ધોળકાના વોર્ડ નં. 9માં ગટરનાં દૂષિત પાણી ફરી વળતાં રહીશોમાં વ્યાપક રોષ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel