આજથી બેંકોની હડતાળઃ કચ્છમાં ૫૦૦ કરોડના વ્યવહારો ઠપ થશે

આજથી બેંકોની હડતાળઃ કચ્છમાં ૫૦૦ કરોડના વ્યવહારો ઠપ થશે

ભુજ,રવિવાર

ભારતભરના નવ સંગઠનના બનેલ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા સરકારની બેંકોની ખાનગીકરણ કરવાના વિરોધમાં તા.૧૫-૧૬ માર્ચના બે દિવસનું હડતાળનું એલાન આપવામાં આવતા ૧૦ લાખ કર્મચારીઓ જોડાશે ત્યારે કચ્છમાં પણ આ બે દિવસ દરમિયાન ૫૦૦થી ૬૦૦ કરોડનું કલીયરીંગ ઠપ્પ થશે.

બેંકોનું ખાનગીકરણ કરી અને જનતાની થાપણ કોર્પોરેટ હાઉસને આપવાથી ૧૪૬ લાખ કરોડની બચત પર જોખમ  વાધશે. રોજગારી પર સંકટ, ગામડાની શાખા બંધ થવી, ૬ લાખ કરોડની બેંક લોનની વસુલાત નહિ થવાથી નફામાં ઘટાડો, સસ્તા વ્યાજની લોન મોંઘી થવી, ખેત ધીરાણ પર વ્યાજ દર વાધવો જેવા સંકટ આવવાથી ખાનગીકરણના કારણે સામાજીક બેંક વ્યવસૃથા પર જોખમ વાધશે તેવી સંભાવના વાધવાથી બેંક કર્મીઓ હડતાળ પર જવાના છે. ખાનગીકરણના અમલનો વિરોધ એક માત્ર હડતાળનો મુદો બનાવી તેમજ કર્મચારીઓના હિત જોખમાશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. કચ્છમાં સરકારનો ખાનગીકરણનો વિરોધ કરવા ભુજ ખાતે તા.૧૫-૧૬ એમ બે દિવસોએ સવારના ૧૦.૩૦ કલાકે કર્મચારીઓ એકત્ર થઈ સુત્રોચ્ચાર અને દેખાવો કરશે એમ યુનિયનના અગ્રણી અશોક ભટ્ટએ જણાવ્યુ હતુ.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ctLn3e

0 Response to "આજથી બેંકોની હડતાળઃ કચ્છમાં ૫૦૦ કરોડના વ્યવહારો ઠપ થશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel